જૂનાગઢમાં કોળી સમાજ દ્વારા દર વર્ષની જેમ લગ્નનું આયોજન કરે છે. ૧૬ સમૂહ લગ્ન નોંધાયા હતા જે કોરોનાના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ બંધ રાખેલ અને જે દીકરીને કરિયાવર હતો તે ૧૬ દીકરીને કરિયાવર આપી દીધેલ હતો. તારીખ ૬-૨-૨૨ના રોજ તેમના નિવાસસ્થાને હિન્દુ રીતરિવાજ પ્રમાણે લગ્ન કરશે. સમૂહલગ્ન સમિતિના પ્રમુખ રમેશભાઈ બાવળીયા, મંત્રી મનુભાઈ ઝાલા, કે.ડી. સગારકા, બટુકભાઈ મકવાણા, કાળુભાઈ કડીવાર, ગોરધનભાઈ કુનપરા, કનુભાઈ ભુપતભાઈ વડેચા, મોહનભાઈ માંડવીયા, કાળુભાઈ વાઘેલા વગેરેએ જહેમત ઉઠાવેલ હતી. આ કાર્ય સતત સફળ બનાવવા સમસ્ત કોળી સમાજના પ્રમુખે બધાનો ખુબ ખુબ આભાર સાથે અભિનંદન પાઠવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કોળી સમાજે ખોબલેને ખોબલે યોગદાન આપેલ હતું.