આગામી ૨ દિવસમાં ઠંડીમાં ૩ થી ૫ ડિગ્રીનો ઘટાડો થશે

0

જૂનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૭.૪ ડિગ્રીએ પહોંચી જતા ઠંડીની અસર નહિવત થઇ ગઇ છે. દરમ્યાન હજુ પણ ૨ દિવસમાં ઠંડીમાં ૩ થી ૫ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના વ્યકત થઇ રહી છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ શહેરમાં બુધવારે લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી રહ્યુું હતું. જ્યારે ગુરૂવારે એક જ દિવસમાં ૪.૪ ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન ૧૭.૪ ડિગ્રીએ પહોંચી જતા ઠંડીની અસર નહિવત રહી હતી. જ્યારે બપોરના સમયે પણ મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી રહ્યું હતું. દરમ્યાન હજુ ૨ દિવસ સુધી ઠંડીમાં ૩ થી ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. બાદમાં ઠંડીમાં ક્રમશનઃ ઘટાડો થતો રહેશે. ગુરૂવારે ભેજનું પ્રમાણ સવારે ૯૮ ટકા અને બપોરના ૩૪ ટકા તેમજ પવનની ઝડપ ૩.૮ કિમી પ્રતિ કલાકની રહી હોવાનું ઉમેશભાઇ પરમારે જણાવ્યું હતું.

error: Content is protected !!