માર્કેટ કેપિટલની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ખાનગી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ પ્રેસિડેન્ટ તરીકેની જવાબદારી સંભાળતા ધનરાજભાઈ નથવાણીનો આજે જન્મદિવસ છે. ધનરાજ નથવાણી રિલાયન્સના જામનગર અને વડોદરા મેન્યુફેક્ચરિંગ ડિવિઝનનો હવાલો સંભાળવા ઉપરાંત જિયોની કામગીરી અને કંપનીના કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટી(સી.એસ.આર.) પ્રવૃત્તિની જવાબદારી સંભાળે છે. ડોન્ટ વેઇટ ફોર ધ પરફેક્ટ મોમેન્ટ, ટેઇક ધ મોમેન્ટ એન્ડ મેઇક ઇટ પરફેક્ટની ફિલોસોફી ધરાવતા ધનરાજભાઈ સામાજિક, ધાર્મિક, વન્યજીવ અને રમત-ગમત સહિતનાં ક્ષેત્રોમાં સક્રિય છે. ભગવાન દ્વારકાધીશના જગત મંદિર અને પરિસરની વ્યવસ્થા સંભાળતી દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે ધનરાજભાઈએ દ્વારકાના વિકાસમાં ઘણો જ મોટો ફાળો આપ્યો છે. ગોમતી નદી ઉપર જગત મંદિર તરફના તટ અને પંચનદ તીર્થનો જાેડતો સુદામા સેતુ ધનરાજભાઈની સીધી દેખરેખમાં તૈયાર થયો છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં પણ ધનરાજભાઈનું ખૂબ જ મોટું યોગદાન રહેલું છે. તેમની રાહબરી હેઠળ ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં અનેક વિશ્વસ્તરીય ક્રિકેટરો તૈયાર થઈ રહ્યા છે અને દેશનું નામ રોશન કરી રહ્યા છે. પર્યાવરણ પ્રેમી ધનરાજભાઈ સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ, ગુજરાત તેમજ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ(ગીર) ફાઉન્ડેશનમાં પણ સભ્ય તરીકે સેવા આપે છે અને ગુજરાતના વન્યજીવ તથા પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ધનરાજભાઈ નથવાણીને પ્રવાસ અને ફોટોગ્રાફીનો પણ શોખ ધરાવે છે. તેઓ મોટાભાગે પ્રકૃતિની નજીક રહી શકાય તેવા સ્થળોએ ફરવાનું પસંદ કરે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews