દ્વારકા શહેરનાં ભરચક્ક બજારો અને પોશ વિસ્તારોમાં આવેલ જાહેર મુતરડીઓ કોઈપણ જાતનાં કારણો વિના દ્વારકા નગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવતા સ્થાનિક વેપારીઓ તથા લોકોમાં ભારે વિરોધ સાથે રોષની લાગણી ફેલાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતનાં કારણો વિના શહેરનાં શાકમાર્કેટ ચોક, તીનબતી ચોક, શિવરાજસિંહ રોડ, ભથાણ ચોક જેવા ભરચક્ક વિસ્તારોમાં આવેલી જાહેર મુતરડીઓ તોડી પડાતા શહેરનાં વિવિધ વેપારી સંગઠનો દ્વારા વિરોધ વ્યકત કરેલ છે. જાહેર મુતરડીઓ તોડી પડાતા સ્થાનિક લોકો, વેપારીઓ તથા બહારથી પધારતા યાત્રિકોને ભારે હાલાકી ભોગવવી પડે અને ના છુટકે લોકોને જાહેરમાં શોૈચ કરવા માટે જવું પડે તેવા સંજાેગો ઉભા થયા છે. જેનાં કારણે રસ્તા ઉપરથી પસાર થતી મહિલાઓ ભારે ક્ષોભ અનુભવે છે. પાલિકા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ ઉભી કર્યા વિના જાહેર મુતરડીઓ તોડી પડાતા લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. જાહેર મુતરડીઓ તોડી પાડવા અંગે પાલિકા સૂત્રોમાંથી કોઈ ઠોસ કારણ દર્શાવવામાં આવેલ નથી. આવી જાહેર જગ્યાઓ ખૂલ્લી કરાયા બાદ હવે તેનો શું ઉપયોગ પ્રશાસન દ્વારા કરવામાં આવશે તેે તો આવનારો સમય કહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews