સુપ્રસિદ્ધ યાત્રાધામની પ્રવાસન યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું : દેવભૂમિ દ્વારકામાં યાત્રિકો-પ્રવાસીઓ માટે ડબલ ડેકર બસની સુવિધા ઉપલબ્ધ કરાશે

0

દિવ્ય દ્વારકા સંસ્થાના સહયોગથી આવનાર દિવસોમાં યાત્રાધામ દ્વારકામાં યાત્રિકો અને પ્રવાસીઓ માટે ડબલ ડેકર બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે અને યાત્રાધામ દ્વારકા તેમજ આસપાસના વિસ્તારમાં સહેલગાહ કરવા મળશે. જેને લઈ સ્થાનિક લોકોમાં આનંદની લાગણી જાેવા મળી રહી છે. યાત્રાધામ દ્વારકા તેમજ આસપાસમાં આવેલ ધાર્મિક સહિતના જાેવા લાયક સ્થળોની મુલાકાત માટે યાત્રિકો અને પ્રવાસીઓ માટે ટૂંક સમયમાં ડબલ ડેકર બસની સુવિધા શરૂ કરવામાં આવશે. ત્યારે દેખો દ્વારકા બસ ગઈકાલે દ્વારકા આવી પહોંચતા જ દિવ્ય દ્વારકા સંસ્થાના આગેવાનો તેમજ ભૂદેવો સહિતનાઓ દ્વારા બસની પૂજન વિધિ કરવામાં આવી હતી. આ ડબલ ડેકર બસ દ્વારા યાત્રિકો અને પ્રવાસીઓ નાગેશ્વર જ્યોતિર્લિંગ, બેટ દ્વારકા, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર જેવા સ્થળો ઉપર આખો દિવસ ફરી શકશે. ત્યારે આવનારા દિવસોમાં મંજૂરી મળ્યેથી દ્વારકાના રસ્તાઓ ઉપર અત્યાધુનિક ડબલ ડેકર બસ દોડવા લાગશે. ડબલ ડેકર બસને કારણે દ્વારકા આવતા પ્રવસીઓને નવો આનંદ મળશે. પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે હેતુસર દિવ્ય દ્વારકા સંસ્થાના સહયોગથી બસ ચલાવવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!