સેવામય ચંદુભાઈ જાેષીના અવસાનથી સુરેવધામ ચાંપરડા સુનું લાગે છે : પૂજ્ય મુકતાનંદ બાપુ

0

જેતપુર નવાગઢના બ્રહ્મસમાજ અગ્રણી એવા ચંદુભાઈ કેશવભાઈ જાેષી જે સમસ્ત બ્રહ્મ સમાજ તથા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ અગ્રણી હતા અને તેઓ દ્વારા સમાજ ઉત્થાન તથા સમાજની વાડી બનાવવાથી માંડી બ્રહ્મ સમાજને એકતાંતણે બાંધવા માટે વર્ષો પહેલા એટલે કે ૨૦ વર્ષ અગાઉ આ ઝુંબેશની જ્યોત જગાવેલ હતી. તેમની આ ઝુંબેશમાં કાળુભાઈ જાેષી, દેવશંકરભાઈ જાેષી, લક્ષ્મીકાંતભાઈ મહેતા જાેડાયેલ અને સમગ્ર સમાજમાં ખાસ કરી જેતપુર નવાગઢ વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારના બાળકોને અભ્યાસથી માંડી અન્ય સગવડ અપાવી સમાજને એક જૂથ કરી સમાજની વાડી બનાવવા ખૂબ જહેમત ઉઠાવેલ હતી. ત્યારબાદ ચંદુભાઈ જાેષીએ ચાંપરડા સુરેવધામ પૂજ્ય મુકતાનંદ બાપુના સાનિધ્યમાં આશ્રમ ખાતે તેમની કર્મભૂમિ બનાવેલ અને તેઓની સતત મહેનત અને કાર્ય કરવાની કુશળતાથી આશ્રમનાં ભોજનાલયમાં ભોજનની વ્યવસ્થાથી માંડી હોસ્ટેલમાં રહેલ બાળકોની ભોજનથી માંડી અન્ય વ્યવસ્થા તથા મહેમાનોની સાર સંભાળ રાખવી વગેરે પ્રવૃતિમાં ઓતપ્રોત રહેલ જેના લીધે તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ, મહેમાનોમાં સારી ચાહના મેળવેલ હતી. ચંદુભાઈના અવસાનથી અખિલ ભારતીય સાધુ સમાજ પ્રમુખ શ્રી મુક્તાનંદ બાપુએ ઘેરા શોક સાથે જણાવેલ કે, સુરેવધામ ચાંપરડાએ એક પરિવારનો સભ્ય ગુમાવ્યાનો આઘાત છે. બાપુએ વધુમાં જણાવેલ કે, ચંદુભાઈએ  ૧૫ વર્ષથી ચાંપરડા આવી સેવાકાર્ય કરીને સેવા પદાર્પણમાં રહીને અમારી સાથે લાગણીના તાંતણે બંધાઈ ગયેલ હતા. અને આ તાંતણારૂપી આત્માની આજે દોરી છૂટી જતા એ જીવ એમની મૂળ જગ્યાએ સિધાવેલ છે એટલે કે દેવભૂમિમાં તેમનો વાસ થશે. આ જીવ આત્માની પવિત્રતાને સંત પ્રેમ સમાજ પ્રેમને સર્વ માનવજીવ પ્રત્યેનો દયાભાવ ખૂબ હોવાથી આજે એ આપણી વચ્ચેથી વિદાય લીધેલનો મોટો આઘાત છે પરંતુ જીવ માત્રને અંનત કોટીના માર્ગે એકવાર દરેકને જવાનું જ છે. ઇશ્વર તેમના આત્માને સદગતિ આપે અને એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેમ અંતમાં પૂજ્ય બાપુએ જણાવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!