જૂનાગઢનાં રીટાબેનનો રૂા. ૧ લાખનો ખોવાયેલ મોબાઈલ પરત અપાવતા ક્રાઈમ બ્રાંચનાં જવાનો

0

જૂનાગઢ કલેકટર ઓફીસ પાછળ આવેલ મીરાનગર બ્લોક નં. ૧૯માં રહેતા રીટાબેન સુર્યકાંતભાઈ પટેલ ગઈકાલે ઢાલરોડથી સર્કલ ચોક તરફ જતાં રસ્તામાં તેમનો મોબાઈલ આઈફોન ૧૩ મેકસ કિંમત રૂા. ૧ લાખનો રસ્તામાં પડી ગયેલ જે જૂનાગઢનાં એક જાગૃત નાગરીક દિનેશભાઈ ચુડાસમાને મળેલ જે માબાઈલ તેઓએ ક્રાઈમ બ્રાંચ જૂનાગઢમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ દિપકભાઈ નાથાભાઈ બડવા તથા ભરતભાઈ ઓડેદરાનો સંપર્ક કરી આપતા આ બંને પોલીસ કર્મીઓએ મોબાઈલનાં મુળ માલિકનો સંપર્ક કરી પરત કરી પોલીસ પ્રજાની મિત્ર છે તે સુત્ર ચરિતાર્થ કર્યુ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!