સુત્રાપાડા તાલુકાના કણજાેતરના અનામત જંગલમાંથી કુંજ પક્ષીનો શિકાર કરતા છ શિકારીઓ ઝડપાયા

0

ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના કણજાેતરના અનામત જંગલ વિસ્તારમાંથી ચાર કુંજ પક્ષીઓનો શિકાર કરી સાથે લઇ જઇ રહેલ છ શિકારીઓને વન વિભાગના સ્ટાફે બાતમીના આધારે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ શિકારીઓ પાસેથી ચાર કુંજ પક્ષીના મૃતદેહો અને બે મોટર સાયકલો કબ્જે કર્યા હતા. ગીર સોમનાથ જીલ્લાના અનામત જંગલ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોવાની ચર્ચાઓ થઇ રહી છે. એવા સમયે જ વન વિભાગે ૬ જેટલા શિકારીઓને અનામત જંગલ વિસ્તારમાંથી ઝડપી લીધા હોવાનું સામે આવ્યું છે. જે અંગે માહિતી આપતા આર.એફ.ઓ. એચ.ડી. ગળચરે જણાવેલ કે, વન વિભાગનો સ્ટાફ સુત્રાપાડા રાઉન્ડની કણજાેતર બીટમાં પેટ્રોલીંગ કરી રહેલ હતા ત્યારે વનકર્મીને અનામત જંગલ વિસ્તારમાં અમુક ઇસમો પક્ષીઓનો શિકાર કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે બીટ જમાદાર હિતેષ મેર, પ્રશાંતસિંહ વાળા, હરપાલભાઈ, સલીમભાઈ સાથે બાતમીના સ્થળે પહોંચી રેડ કરી કુંજ પક્ષીઓનો શિકાર કરી રહેલ મુળદ્વારકા ગામના ૬ શિકારીઓને રંગેહાથે ઝડપી લીધા હતાં. પકડાયેલા શિકારીઓમાં અકબર ઇસ્માાઇલ ઢોકી (ઉ.વ.૨૭), અકબર અલારખા ખારાઇ (ઉ.વ.૪૦), મુસાભાઇ બચુભાઇ (ઉ.વ.૪૫), નાસીરભાઇ ઇસાભાઇ ખારાઇ (ઉ.વ.૨૯), હનીફ હાસમ ખારાઇ (ઉ.વ.૪૪), ઇસાભાઇ ફકીરભાઇ ભેસલીયા (ઉ.વ.૪૨) તમામ રહે. મુળદ્રારકા તા.કોડીનારવાળા હતા. આ શિકારીઓ પાસેથી ૪ મૃતદેહ કુંજ પક્ષીઓના મૃતદેહો અને બે મોટર સાયકલો કબ્જે  કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!