જૂનાગઢમાં ભવનાથ અને સરખેજ અમદાવાદ સ્થિત ભારતી આશ્રમનાં સંસ્થાપક મહામંડલેશ્વર ૧૦૦૮ શ્રીશ્રી વિશ્વંભરભારતીજી મહારાજ તા. ૧૧-૪-ર૧નાં રોજ બ્રહ્મલીન થતા તેમની સ્મૃતિમાં પૂ. બાપુનાં શિષ્ય પૂ. હરીહરાનંદભારતી બાપુ દ્વારા આગામી તા. રપને શુક્રવારથી સવારે ૯ કલાકે ધ્વજારોહણ સાથે ધર્મોત્સવનું આયોજન કર્યુ છે. પૂ. હરીહરાનંદભારતી બાપુએ જણાવ્યું હતું કે પૂ. બાપુ દ્વારા સ્થાપિત આ આશ્રમમાં ૩૬પ દિવસ ભજન અને ભોજનની સરવાણી અવિરત વહયા કરે છે. મંદિર અન્નક્ષેત્ર, સત્સંગ, ગૌસેવા, સંત સેવા, અતિથિ સેવા તેમજ વિવિધ સેવાકીય પ્રવૃતિમાં ભારતી આશ્રમ હંમેશા અગ્રેસર રહયો છે. ત્યારે આજ સેવાની સરવાણી સેવાયજ્ઞ પૂ. હરીહરાનંદભારતી બાપુએ ચાલુ રાખ્યો છે અને ગુરૂ પરંપરા દિપાવી રહયા છે. પૂ. બાપુ દ્વારા તા. ર૬થી ર૮ ફેબ્રુઆરી ત્રિદિવસીય યજ્ઞ તેમજ પૂ. ભારતીબાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, તેમનો ષોડશી ભંડારો, ધર્મસભા, સંતવાણી, સત્સંગ સભા ગિરનાર મહામંડળ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા ગાંધીનગર ખાતે જઈ પૂ. હરીહરાનંદભારતી બાપુએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ગોરધનભાઈ ઝડફીયા સહીતનાને રૂબરૂ મળી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews