જૂનાગઢનાં પ્રસિધ્ધ ઉપરકોટમાં રીનોવેશનની કામગીરી છેલ્લા ઘણાં સમયથી ચાલી રહી છે. દરમ્યાન ઉપરકોટનાં કિલ્લામાં આવેલ રાણકદેવી મહેલ-જુમ્મા મસ્જીદ તરીકે ઓળખાતી જગ્યામાં આજે રીનોવેશનની કામગીરી ચાલુ હતી અને આ કામગીરી દરમ્યાન આજે બપોરનાં ૧ર.૪પ વાગ્યાની આસપાસ રાણેકદેવી મહેલ-મસ્જીદનાં ગુંબજનાં રીનોવેશન દરમ્યાન અચાનક જ દુર્ઘટના ઘટી હતી અને ગુંબજ ધરાશયી થતાં આ જગ્યાએ કામ કરી રહેલ ચાર પરપ્રાંતીય શ્રમિકો ગુંબજનાં કાટમાળ હેઠળ દબાઈ જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. આ ઘાયલ શ્રમિકોને ત્યાનાં કોન્ટ્રાકટર અને તેમનાં માણસો દ્વારા તાત્કાલીક હોસ્પીટલે સારવારમાં ખસેડયા હતાં. સૃુત્રો પાસેથી મળતી વિગત મુજબ એક શ્રમિકને વધુ ગંભીર ઈજા થઈ હોવાનું પણ જાણવા મળે છે. આ ઘટના બાદ જૂનાગઢ મનપાની ફાયર બ્રીગેડની ટીમ પણ પહોંચી ગઈ હતી. આ ઉપરાંત ૧૦૮ની ટીમ અને પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ અંગેની વધુ વિગતો મેળવાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં જૂનાગઢ શહેરમાં ડીસ્ટ્રીકટ કોર્ટ સામે મહાબત મકબરા નજીકની કમાનનું રીનોવેશન કરતી વખતે પણ કમાનો કાંગરો તુટી પડયો હતો જેમાં બે મજુરોને ઈજા થઈ હતી. જૂનાગઢ શહેરમાં ઐતિહાસીક ઈમારતોની સમારકામની કામગીરી ચાલુ હોય આવી દુર્ઘટનાઓ બની રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews