વેરાવળ ફકીર સમાજ દ્વારા ઝીરો બેલેન્સથી ખાતું ખોલવાનો કેમ્પ યોજાયો

0

વેરાવળ સમસ્ત ફકીર સમાજ દ્વારા ઝીરો બેલેન્સથી ખાતું ખોલવાનું બે દિવસનો કેમ્પ હનીફભાઇ બાઘડાના નિવાસ સ્થાને રાખવામાં આવેલ જેમાં સર્વ સમાજના લોકોએ  બહોળી સંખ્યામાં લાભ  લીધેલ હતો. વેરાવળ ફકીર સમાજના પ્રમુખ ઈકબાલ બાનવા, ફકીર સમાજના અધ્યક્ષ હનીફભાઇ શાહમદાર (બાઘડા) તથા સામાજિક કાર્યકર જસ્મીનબેન મુરીમાના સહયોગથી બેન્ક ઓફ મહારાષ્ટ્રમાં ઝીરો બેલેન્સથી ખાતુ ખોલાવવા બે દિવસ કેમ્પ રાખવામાં આવેલ જેમાં સર્વ સમાજના લોકોએ બહોળી  સંખ્યામાં ખાતું ખોલાવી લાભ લીધેલ હતો. આ કેમ્પમાં મહારાષ્ટ્ર બેન્કના મેનેજર સચિન અગ્રવાલ ઉપસ્થિત રહી તેમના માર્ગદર્શનમાં મોહનભાઇ સુયાણી, જસ્મીનબેન મુરીમા, આમદભાઈ શાહમદાર, આરીફભાઇ મુરીમા, ઉપપ્રમુખ મુન્ના ગરીબશા, ગફાર બાનવાએ ફોર્મ ભરવાની કાર્યવાહીમાં સંપૂર્ણ સાથ સહકાર આપી કેમ્પમાં સહયોગ આપેલ  હતો. આ કેમ્પને સફળ બનાવવા ફકીર સમાજના સલીમભાઈ શાહમદાર, હનીફ  સર્વદી, ડો. એમ. એ. બાનવા, યાસીન બાનવા, ફિરોઝભાઈ બાનવા, સોયબભાઇ બાનવા, અરબાઝભાઈ શાહમદાર સહિતનાએ જહેમત લઇ કેમ્પને સફળ બનાવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!