જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામના ખેડૂતને અકસ્માત વીમા અંતર્ગત રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરાયો

0

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ દ્વારા જૂનાગઢ તાલુકા વિસ્તારના માર્કેટિંગ યાર્ડ ખાતે નોંધ કરાયેલા ખેડૂતો માટે અકસ્માત વીમા પોલીસી અંતર્ગત અકસ્માત સહાયનું પ્રિમીયમ ભરવામાં આવે છે. જૂનાગઢ તાલુકાના યાર્ડ ખાતે નોંધાયેલા ખેડૂતોનું અકસ્માતે મોત થવાના બનાવમાં એમને સહાય મળી રહે તેવા શુભ હેતુ સાથે માર્કેટિંગ યાર્ડ ખેડૂતોની મદદ કરી રહી છે. ત્યારે જૂનાગઢ તાલુકાના સાંખડાવદર ગામે રહેતા હરસુખભાઈ નાથાભાઈ ભીમાણીનું વાડીએ કામ કરતા તારીખ ૨૬-૧૦-૨૦૨૧ના રોજ અકસ્માતે મૃત્યું થતાં તેમના મૃત્યુંની નોંધ અરજી સ્વરૂપે માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ અને સર્વે ડિરેક્ટરોએ જરૂરી અરજીની ખરાઇ કર્યા બાદ સત્વરે જરૂરી કાર્યવાહી કરીને તેમને તાત્કાલિક સહાય મળી રહે એ હેતુસર પોલીસી ડિપાર્ટમેન્ટમાં મોકલી તાત્કાલિક અસરથી સહાય મંજૂર કરાવીને જૂનાગઢ શ્રી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલ જૂનાગઢ તાલુકાના સાખડાવદર ગામ ખાતે મૃતક હરસુખભાઈ નાથાભાઈ ભીમાણીના નિવાસ સ્થાને રૂબરૂ પહોંચ્યા હતા અને માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ દ્વારા ખેડૂત અકસ્માત પોલીસી અંતર્ગત મૃત્યું પામેલા હરસુખભાઈ નાથાભાઈ ભીમાણીના વારસદાર તેમના ધર્મપત્ની ચંદ્રિકાબેન હરસુખભાઈ ભીમાણીને રૂપિયા એક લાખનો ચેક પોતાના હાથે અર્પણ કર્યો હતો. એ સાથે માર્કેટિંગ યાર્ડના આસી. સેક્રેટરી દિવ્યેશભાઈ ગજેરાએ તમામ ફોર્માલીટી પૂરી કરી હતી, આ ચેક અર્પણ વેળાએ સાંખડાવદર ગામના આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે એટલું ચોક્કસ કહી શકાય કે સરકારનું સૂત્ર સરકાર આપને દ્વાર એ સૂત્રને જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઇ પટેલે અકસ્માત મૃત્યું અંગેની સહાયનો ચેક પોતે રૂબરૂ જઇને વારસદાર સુધી પહોંચાડીને સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે એમ કહીએ તો પણ નવાઈ નહીં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!