નિરંજની અખાડાનાં વરીષ્ઠ સંત એવા કાશ્મીરી બાપુને ગઈકાલે બપોરે તેમના આશ્રમ ખાતે સંતો-મહંતોનીઅને હજારો સેવકગણની ઉપસ્થિતિ વચ્ચે મંત્રોચ્ચાર સાથે વિધિવત સમાધી આપવામાં આવી હતી. ગિરનાર જંગલમાં આમકુ બીટ વિસ્તારમાં પાછલા ૮૦ જેટલા વર્ષથી ભજન, ભોજન અને ભકિતનો ધુણો ધખાવીને માનવ સેવા એજ પ્રભુ સેવાનાં ધ્યેય સાથે જપ-તપ કરતા કરતા અંતિમ શ્વાસ લેનાર કાશ્મીરી બાપુને ગઈકાલે બપોરે ૩.૩૦ કલાકે તેમના જ આશ્રમ ખાતે સમાધી આપવામાં આવી હતી. કાશ્મીરી બાપુનાં અંતિમ દર્શન માટે છેક ભવનાથ સુધીનાં માર્ગ ઉપર લોકોનો અવિરત પ્રવાહ જાેવા મળી રહયો હતો. ભવનાથથી તેમનાં આશ્રમ સુધી જવાના સમગ્ર રસ્તે સેવકગણ અને ભાવિકોનો પ્રવાહ દિવસભર જાેવા મળ્યો હતો. બપોરનાં ૩ વાગ્યા સુધી તેમનાં નશ્વર દેહને લોકોનાં અંતિમ દર્શન માટે રાખવામાં આવેલ હતાં. ત્યાં આશ્રમમાં બેસીને હજારો ભાવિકોએ તેમનાં અંતિમ દર્શન કરી સમાધી વિધિમાં જાેડાયા હતાં. તેમની એક ઝલક કિલક કરી દર્શન કરવા માટે સેવકો ઉમટી પડયા હતાં. ભવનાથ ઉપરાંત આસપાસનાં આશ્રમો, ધાર્મિક જગ્યા તેમજ અન્ય રાજયોમાંથી આવેલ નિરંજની અખાડાનાં અન્ય સંતો-મહંતો આવી પહોંચ્યા હતાં. તમામ સંતોની ઉપસ્થિતિમાં મંત્રોચ્ચાર સાથે તેઓને સમાધી આપવામાં આવી હતી. નિરંજની અખાડાનાં મહંત કેશવપુરી મહારાજે જણાવ્યું હતું કે બાપુ છેલ્લા ૮૦ જેટલા વર્ષોથી અહીં તપ સાધના કરી રહયા હતાં. તેમને ગઈકાલે સમાધી આપવામાં આવી છે. સંતનું કયારેય મૃત્યું થતું નથી. સંત તો અમર આત્મા હોય છે. બાપુએ માત્ર ખોળ્યું બદલ્યું છે, પરંતુ તેમનો આત્મા આજે પણ જીવંત છે. તા. ૯નાં રોજ સન્યાસીઓની પરંપરા મુજબ સમાધી જુવાર કરવામાં આવશે. તા. રરનાં રોજ બાપુનો ભંડારો રાખવામાં આવ્યો છે. જેમાં પાંચ હજાર સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews