ગિરનાર ઉપર ગોરખનાથજીની જગ્યામાં સેવકગણના સહયોગથી ૧પ૧ કિલોના અને ર૬ ફૂટ લંબાઈ ધરાવતા ધર્મધ્વજા સ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું. ગિરનાર ઉપર અંબાજી મંદિરથી પ૦૦ પગથીયા ઉપર ચડીએ ત્યાં ગોરખનાથજીનો ધુણો આવેલો છે. અહીના મહંત પીરયોગી સોમનાથજી છે. અહી સેવકગણના સહયોગથી એક અનોખો અને પિત્તળનો ૧પ૧ કિલોના અને ર૬ ફુટ લંબાઈ ધરાવતા ધર્મધ્વજા સ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું છે. આ સ્તંભ માટે અન્ય રાજયનાં ૧૦ જેટલા કારીગરો દ્વારા છેલ્લા બે-ત્રણ દિવસથી કામગીરી કરવામાં આવી રહી હતી. જેને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા દરમ્યાન ગોરખનાથજી ટુંક ઉપર અહીં વીજળી પડી હતી અને ટુંકનો ઘુમ્મટ તુટી ગયો હતો તેને રીપેર કરવામાં આવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews