કોવિડ વેક્સિનેશન ક્ષેત્રે આગવી સિદ્ધિ ૧૦કરોડ ડોઝનો લક્ષ્ય પાર કરતું ગુજરાત

0

કોરોના મહામારીસામે રક્ષણાત્મક એવા હાથવગા હથિયાર કોરોના વેક્સિનના ૧૦ કરોડથી વધુ ડોઝ નાગરિકોને આપવાની સિદ્ધિ ગુજરાતે મેળવી છે.  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કોરોના વેક્સિનેશનનું સુરક્ષા કવચ આપવા સતત કાર્યરત રહેલા આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઇન વર્કર્સ, કોરોના વોરિયર્સને આ સેવા સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે.  ગુજરાતમા ંકોરોના વેક્સિનેશનનો પ્રારંભ સમગ્ર દેશ સાથે તા. ૧૬મીજાન્યુઆરી-ર૦ર૧થીકરવામાંઆવ્યોહતો. તા.૩૧જાન્યુઆરી-ર૦ર૧થી ફ્રંટલાઇન વર્કર્સનું રસીકરણ શરૂ કરનારૂં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું હતું.  રાજ્ય સરકારે આ વેક્સિનેશન અભિયાનને ઝૂંબેશના સ્વરૂપમાંઉપાડીને સ્પેશ્યલસેશન, શાળા-કોલેજાે શૈક્ષણિક સંસ્થાઓમાં ખાસ કેમ્પ, વૃદ્ધો અને અન્ય ગંભીર બિમારી ધરાવતા લોકોને નિયર ટુ હોમ સ્ટ્રેટેજી થકી પ્રાયોરિટી ધોરણે વેક્સિનેશન સહિત ‘હર ઘર દસ્તક અભિયાનથી રાજ્યભરમાં રસીકરણથી બહુધા લોકો રક્ષિત થઇ જાય તેની સતત કાળજી લીધીહતી.  આ સઘન ઝૂંબેશ અને જનજાગૃતિના પ્રયાસો વેગવંતા બનાવી ગુજરાતમાં ૧૮વર્ષથી વધુ વયના ૪કરોડ ૮૭લાખ ૧૧,૬૮૧ એટલેકે ૯૮.૮ ટકા લાભાર્થીને પહેલો ડોઝ, ૪ કરોડ પ૯ લાખ ૩૬ હજાર ૪૮૧ એટલેકે પાત્રતા પ્રાપ્ત વય જૂથના ૯પ.૭ ટકાને બીજાે ડોઝ આપી દેવાયો છે.  એટલું જ નહિ, તા. ૩ જાન્યુઆરી-ર૦રર થ ી ૧પથી ૧૮ વર્ષની વય જૂથના બાળકોને કોવિડ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરીને પાત્રતા ધરાવતા ૩પ.પ૦ લાખ બાળકોમાંથી ૭૯.૯ ટકા એટલે કે ર૮,૪૪,૪૯૬ને પહેલો ડોઝ અને પર.ર ટકા એટલે કે ૧૦,૧૦,ર૬૭ને બીજાે ડોઝ આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે.  પ્રિકોશન ડોઝ આપવાની કામગીરી ગુજરાતમાં તા.૧૦મી જાન્યુઆરી-ર૦રર થી શરૂ કરીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ વર્કર, ફ્રન્ટ લાઇન વર્કર્સ તથા ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોર્મોબીડ લાભાર્થીઓને આવરી લઇને ૧૬લાખ ર૧હજાર ૧૩૮ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્રતયા રાજ્યમાં ૧૦કરોડથી વધુ વેક્સિનેશન ડોઝ તા.૮મી ફેબ્રુઆરી સુધીમાં આપી દેવાયાછે.  ગુજરાતે ૧૦ કરોડ ડોઝ આપવાની આ સિદ્ધિ મેળવવા સાથે પ્રતિદસ લાખ બે ડોઝના લાભાર્થીએ ૯લાખ ૯૬ હજાર ૭ર૪ વેક્સિન ડોઝ આપીને આ ક્ષેત્રે પણ દેશના મોટા રાજ્યોમાં અગ્રેસરતા મેળવી છે.  અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યમાં વેક્સિન સ્ટોરેજ માટે રરપ૦ સ્ટોર, રપ૯૯ આઇસલાઇન્ડ રેફ્રિજરેટર, ૮૪૯૩૩ વેક્સિન કેરિયર અને ૪૦૩૪ કોલ્ડ બોક્સ જેવા કોલ્ડચેઇન સાધન સમગ્રી ઉપલબ્ધછે.  નાગરિકોને વેક્સિનેશન કવચથી આવરી લેવા ૧રહજારથી વધુ તાલીમબદ્ધ વેક્સિનેટરની સેવાઓ પણ ઉપલબ્ધછે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!