ભેંસાણમાં નવનિયુક્ત સરપંચો માટે પંચાયત ધારા વિષે માર્ગદર્શન સેમિનાર યોજાયો

0

ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના મહિલા પદાધિકારીઓની વહીવટી કામગીરી મોટાભાગે તેઓના પતિઓ સંભાળતા હોય છે , પરંતુ હવેના સમયે મહિલા પદાધિકારીઓ પોતે જ પોતાના કાર્યક્ષેત્રના વિકાસ માટે સમાજના વિકાસ માટે ખુદ આગળ આવે તેવી પ્રેરણારૂપ વાત ભેસાણના તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોરએ સરપંચ સેમિનારમાં કરી હતી. જેને ઉપસ્થિત લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા હતા. ભેસાણ તાલુકા પંચાયત કચેરી દ્વારા ભેસાણ તાલુકાના સરપંચો માટે એક માર્ગદર્શન સેમિનારનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકાના દરેક ગામના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં ગ્રામ પંચાયત ધારા વિષે માહિતી આપવામાં આવી હતી તેમજ સરકારની વિવિધ સેવાકીય યોજનાઓ વિષે તાલુકા પંચાયતના જુદા-જુદા વિભાગના કર્મચારીઓએ સરપંચોને માહિતગાર કર્યા હતા. સમગ્ર જિલ્લામાં સૌપ્રથમ ભેસાણ તાલુકામાં આ પ્રકારનો ખૂબ જ ઉપયોગી સેમિનાર યોજાતા સરપંચો એ પણ ટીડીઓની આ કામગીરીને બિરદાવી હતી. આ તકે ભેસાણ તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોરએ સરપંચ સેમિનારને સંબોધતા જણાવ્યું હતું કે, ઘણી વખત ગ્રાન્ટો પણ લેફ્ટ થતી હોય છે તે ના થવી જાેઈએ, રાજ્ય સરકાર ગ્રામ્યપંથકના વિકાસ માટે કટિબધ્ધ છે ત્યારે તેમની યોજનાઓનો વિશેષ લાભ લોકો સુધી પહોંચાડવાની અને વિકાસ કરવાની જવાબદારી સરપંચના શિરે હોય છે, ખાસ કરીને તેઓ મહિલા પદાધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે, મહિલા પદાધિકારીઓના વહીવટી કામગીરી મોટેભાગે પતિઓ સંભાળતા હોય છે, પરંતુ મહિલા પદાધિકારીઓએ પણ સમાજસેવા કરવા માટે પોતાના મત વિસ્તારના વિકાસ માટે પોતાના ગામના વિકાસ માટે ખુદ પોતે જ બહાર આવવું જાેઈએ. આ વાતને ઉપસ્થિત સૌ લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. વધુમાં લક્ષ્મીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ભેસાણ તાલુકાના ગ્રામ્ય પંથકના વિકાસ માટે અમે રાત-દિવસ જાેયા વિના કામ કરવા માટે તત્પર છીએ, ત્યારે ગામ લોકો અને સરપંચો પણ તંત્રને સહકાર આપે તે જરૂરી છે. તાલુકાને કોઇ એક ગામને એવોર્ડ મળે તેવું કામ કરવા આશા વ્યક્ત કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!