શ્રી ખોડલધામ મંદિરે ખોડિયાર જયંતીની ઉજવણી : પ્રાગટ્ય દિને મા ખોડલને અલૌકિક શણગાર, ૯ કિલોગ્રામનો ડ્રાયફૂટનો હાર અર્પણ કરાયો

0

આજે મહાસુદ આઠમ એટલે કે ખોડિયાર જયંતીનો પવિત્ર દિવસ. મા ખોડલના પ્રાગટ્ય દિનની વિશ્વપ્રસિદ્ધ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે આવેલા શ્રી ખોડલધામ મંદિર ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ખોડિયાર જયંતી નિમિત્તે મા ખોડલને અલૌકિક શણગાર કરવામાં આવ્યા હતા. મા ખોડલને ડ્રાયફ્રુટમાંથી બનાવેલો વિશિષ્ટ હાર પહેરાવવામાં આવ્યો હતો. ખોડિયાર જયંતીનો દિવસ હોવાથી વહેલી સવારથી જ દર્શનાર્થીઓ મંદિરે દર્શન માટે ઉમટી પડ્યા હતા. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા સર્વે ભાવિકોને ખોડિયાર જયંતીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરે દર વર્ષે ખોડિયાર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ખોડિયાર જયંતીના પાવન દિવસની શ્રી ખોડલધામ મંદિરે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી. ખોડિયાર જયંતીના અવસરે મા ખોડલને વિશિષ્ટ-અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. મા ખોડલને કાજુ, બદામ અને એલચીમાંથી બનેલો ૯ કિલો ડ્રાયફ્રૂટનો હાર અર્પણ કરવામાં આવ્યો હતો. સવારે મંદિરના દ્વાર ખૂલતા જ મા ખોડલના ખાસ શણગારના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા અને મા ખોડલના અલૌકિક દર્શનનો લ્હાવો ભાવિકોએ લીધો હતો. મા ખોડલને કેગ ધરવામાં આવી હતી. ખોડિયાર જયંતીના દિવસે ભક્તો શાંતિપૂર્ણ અને કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે દર્શન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!