ગોૈણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવાનાં મામલે પુરતી સાવચેતી,  હવે જે સ્કૂલમાં સીસીટીવી કેમેરા નહીં હોય ત્યાં ઈજનેરોને મોકલી લગાવાશે

0

ગોૈણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થયાની ઘટના બાદ હવે મંડળ દ્વારા આગામી પરીક્ષાને લઈને ખૂબ જ સાવચેતી રાખવામાં આવી રહી છે. ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી ૧૩ ફેબ્રુઆરીનાં રોજ બિન સચિવાલય કલાર્ક અને સચિવાલય ઓફીસ આસિસ્ટન્ટની પરીક્ષા લેવામાં આવનાર છે. જાેકે, આ પરીક્ષા માટે જે સ્કૂલો કે કોલેજાેમાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ત્યાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ ન હોય તો ત્યાં કેમેરા ઈન્સ્ટોલેશનની કામગીરી કરવા માટે એન્જિનિયરોને મોકલવામાં આવનાર હોવાનું ગોૈણ સેવા પસંદગી મંડળે જે તે જીલ્લાનાં શિક્ષણાધિકારીને પત્ર લખી  જણાવ્યું છે. ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી પરીક્ષાનું પેપર લીક થયા બાદ સરકારનાં માથે માછલા ધોવાયા હતા. આ ઘટના બાદ હવે ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા ખૂબ જ તકેદારી સાથે આગામી પરીક્ષા લેવાનું આયોજન કર્યું છે. આ સ્પર્ધાત્મક પરીક્ષા એમસીકયુ આધારીત હશે અને ઓએમઆર શીટ ઉપર લેવામાં આવનાર છે. આ પરીક્ષાનાં ભાગ-૧ માટે જે તે જીલ્લાનાં શિક્ષણાધિકારીઓને પત્ર લખી સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવા માટે જણાવાયું હતું. જેથી તમામ ડીઈઓ દ્વારા તેમનાં તાબા હેઠળની કેટલીક સ્કૂલોને પરીક્ષા કેન્દ્ર બનાવાયા હતા. દરમ્યાન જે કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે તે પૈકી અમુક સ્કૂલોનાં કેટલાક વર્ગખંડોમાં સીસીટીવીની સુવિધા ન હોવાનું સામે આવતા હવે ગોૈણ સેવા પસંદગી મંડળ દ્વારા આવી સ્કૂલોનાં વર્ગખંડમાં કેમેરા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!