વિસાવદરના પત્રકાર મિત્રો ગ્રુપ સાથે જસદણ અગ્રણી વિનુભાઇ ચાંવ સાથે ઘેલા સોમનાથ દાદાના દર્શન કરી કૃતાર્થ થયા

0

તાજેતરમાં વિનુભાઈ પુરોહિત(પત્રકાર વિસાવદર), ભાનુભાઈ જાેશી(આનંદધારા પ્રોજેક્ટ ચાંપરડા), સી.વી. જાેશી(વરિષ્ઠ પત્રકાર વિસાવદર), મનોજભાઈ વિકમા(બિલ્ડર વિસાવદર)એ સંયુક્ત ટીમ સાથે જસદણ શહેર અગ્રણી વિનુભાઈ ચાંવ પરિવાર સાથે મુલાકાત કરી હતી. જસદણ શહેર અગ્રણી વિનુભાઈ ચાંવ તથા પરિવારના ભાઈઓ ઘનશ્યામભાઈ, અશોકભાઈ અને પ્રદિપભાઈએ સ્વ. પિતા મહાદેવભાઈ ચાંવ (પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત જસદણ)ના વારસાને જાળવી રાખી જસદણ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે સારી એવી હરણફાળ ભરેલ છે. પૈસા સાથે સહજતા અને સરળતા ભર્યા સંબંધો બહુ જ ઓછા જાેવા મળે છે. જે કોઈ પણ સમાજ માટે ગૌરવની વાત ગણાય. જસદણ શહેર અગ્રણી વિનુભાઈ ચાંવ તથા પરિવાર સારી એવી લોકચાહના ધરાવે છે. જસદણમાં પોતાના ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રના તમામ યુનિટો રાધેશ્યામ પ્રોટિન્સ આત્મિય તેલ જસદણ, રાધેશ્યામ કોટેક્ષ જસદણ , શ્યામ કોટેક્ષ એન્ડ ઓઇલ મિલ જીવાપર અને ગીર ફાઇબર એલ.એલ.પી. વિસાવદર આમ તમામ કાર્યક્ષેત્રો સંયુક્ત છે. જેનાથી સંયુક્ત પરિવારની ભાવના છલોછલ દેખાઇ આવે છે. વધારે ખુશીની વાત જસદણ રાધાકૃષ્ણ કોટેક્ષના પરિસરના મંદિરમાં ઉપસ્થિત પરિવારના સભ્યો સાથે દરરોજ સમૂહ પ્રાતઃ પ્રાર્થના  સાથે આરતી જે બાબત પણ કાબિલે તારીફ છે.  વધુમાં આ દિવસે વિશેષ આનંદ એ કે, ઘેલા સોમનાથ મહાદેવના પરિસરના ગર્ભગૃહમાં ભાઈ વિનુભાઈ ચાંવ સાથે ઘેલા સોમનાથ મહાદેવના ભૂદેવ હસમુખરાય જાેશીના કંઠેથી  વેદોક્ત શ્લોકો તથા મંત્રોચ્ચાર સાથે જલાભિષેક કરાવી કંકુ, ચોખા બિલ્વપત્ર, પુષ્પ સમર્પિત કરી ધન્યતા અનુભવેલ હતી જે ક્યારેય વિસરી શકાય તેમ નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!