ભારતીય જનતા પાર્ટી શાસિત જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના મીડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે કે, જૂનાગઢ મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ પુનિતભાઈ શર્માના નેતૃત્વમાં નવનિયુક્ત મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, વિરોધપક્ષના નેતા કિરીટભાઇ ભીંભા તથા દંડક અરવિંદભાઇ ભલાણી સહિતના હોદેદારોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, જીતુભાઈ વાઘાણી, બ્રિજેશ મેરજા તથા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ પુનિતભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઇ શિંગાળા, શૈલેષભાઈ દવે, જૂનાગઢ મહાનગરના અગ્રણી નિલેષભાઈ ધૂલેશિયા, સંગઠનના કોષાધ્યક્ષ મોહનભાઇ પરમાર, કાર્યાલય સહમંત્રી રેનીશભાઇ ભટ્ટી સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!