કાચબાનું બુધ્ધિચાતુર્ય : સિંહનાં પંજામાંથી મુકત બન્યો

0

કયારે કયારે જીવનમાં એનક મુશ્કેલી-સમસ્યા અને ચડતીપડતીનાં કપરા સમયમાં તેમજ કયારેક તો એક તરફ જીંદગી હોય અને બીજી તરફ મૃત્યું હોય તેવા સંજાેગોમાં પણ આશ્ચર્યજનક રીતે કુદરતે આપેલ શકિતનો ઉપયોગ કરી મનુષ્ય પોતાનું જીવન ટકાવી રાખતો હોય છે. આવી ઘટનાઓ મનુષ્ય સાથે થતી હોય તેવું નથી જીવ માત્રને કપરી પરિસ્થિતિમાં મુકાવવું પડતું હોય છે. આવો જ એક બનાવ બહાર આવ્યો છે, એક કાચબાએ સિંહનાં પંજામાંથી સાંગોપાંગ ઉતરી અને પોતાનું જીવન બચાવ્યું છે. તેવી અદભૂત ઘટના ગીર જંગલમાં બની છે. વાત જાણે એમ છે કે, ગીર જંગલમાં રાઉન્ડ માટે નીકળેલા ગીર સાસણના મુખ્ય અધિકારી ડો. મોહન રામ અને તેની ટીમે એક અલભ્ય ઘટના કેમેરામાં કેદ કરી છે, કમલેશ્વર ડેમના તટ ઉપર રમતા ફરતા ત્રણ સિંહોએ અચાનક એક કાચબો જાેયો જે તટ ઉપર વિહરતો હતો. અચાનક એક સિંહ તેની તરફ ગયો અને પકડવાની કોશિષ કરી પણ કાચબાએ તેની સમજદારી બતાવી અને તરતજ મોં અને પગ શરીરમાં અંદર છુપાવી લીધા. સિંહે પણ તેને ચાલતા જાેયો હતો આથી હવે તે મુંજાયો અને કાચબાને આમ તેમ ઉલ્ટાવી જાેયો પણ સમજ ન પડી કે આ છે શું એટલે તેને મૂકીને દૂર જઇ બેસી ગયો. આમ કાચબાએ પોતાની જીંદગી બચાવી લીધી, આમ કાચબાએ મોતનાં મુખમાંથી પણ નવજીવન મેળવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!