કાળઝાળ કળીયુગમાં પણ જયાં માનવ માત્રને આદર, આવકાર, અન્ન અને ઉતારા મળે છે, દીન-દુઃખીયા, મુંડીયા, ટેલીયા અને ગાય માતાની જયાં સેવા થાય છે એવી જગવિખ્યાત સતાધારની જગ્યાના બ્રહ્મલીન મહંત પૂ.સંત શિરોમણી શામજીબાપુની ૩૯મી પુણ્યતિથીની સતાધાર ખાતે ઉજવણી થઈ રહી છે. સતાધારની જગ્યાનાં ગાદીપતી પૂ. વિજય બાપુનાં સાંનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહેલા છે. જૂનાગઢ શહેરમાં પણ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ ટીંબાવાડી દ્વારા નિર્માણ પામી રહેલા શ્યામધામ ખાતે છેલ્લા બાર વર્ષથી પૂ.શામજીબાપુની પુણ્યતિથી ધામધુમથી ઉજવાય છે. સમગ્ર સોરઠ પંથકના કડીયા સમાજના પ્રત્યેક ઘરે તથા ગુજરાતભરના પરિવારોને આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા પહોંચાડાય છે. પ્રતિ વર્ષ સમગ્ર ગુજરાતમાંથી હજારો લોકો ભજન-ભોજન તથા ભક્તિસભર કાર્યક્રમનો લાભ લેવા પધારે છે. આ વર્ષે કોરોનાની સ્થિતીને ધ્યાનમાં રાખીને ભીડ એકત્રીત કરવાને બદલે કડીયા સમાજના બાર હજાર પરિવારોને ઘરે ઘરે પ્રસાદી તથા પૂ.શામજીબાપુનો ફોટો પહોંચાડવામાં આવેલા. સમાજના બધા પરિવારો પોત-પોતાના ઘર, ઓફીસ, દુકાન ખાતે આજે સવારે એકી સાથે પૂ.બાપુનું પૂજન કરીને પ્રસાદ લીધેલ અને પૂજનના ફોટા સોશ્યલ મિડીયા ઉપર પ્રસારીત કરેલ હતાં. આમ એક સાથે, એક સમયે, એક-એક ઘરે પૂ.શામજીબાપુની ૩૯મી પુણ્યતિથી ઉજવાઈ હતી. કુલ બે હજાર સાતસો કિલો જેટલા મહાપ્રસાદનું વિતરણ કરાયેલ સાથે સાથે જૂનાગઢના મધુરમમાં આવેલ શ્યામધામ ખાતે સવારે પૂજન-આરતી કરવામાં આવેલ હતાં. પૂ.શામજીબાપુની મઢુલીના દર્શન તથા પ્રસાદ વિતરણ આખો દિવસ ચાલુ રહેશે. રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી ધુન, સંકિર્તન રાખેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews