દ્વારકામાંથી આંતરરાષ્ટ્રીય ચોર ટોળકીને ઝડપી પાડતી પોલીસ

0

દ્વારકાનાં જગત મંદિરમાં અલગ અલગ દિવસે કરાયેલ લાખોની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી આંતરરાજય ચોર ટોળકીનાં ૮ શખ્સોને દ્વારકા બસ સ્ટેન્ડ પાસેથી રોકડ રૂા. ૧,પ૮,૦૦૦, મોબાઈલ-૮, અલગ અલગ બેંકનાં એટીએમ કાર્ડ/ક્રેડીટ કાર્ડ-૧૦ મળી કુલ રૂા. ૧,૯૭,૦૦૦નાં મુદામાલ સાથે એસઓજી અને એલસીબી દેવભૂમિ દ્વારકાએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જયારે ફરાર થયેલ મોલાક વિનય (આંધ્રપ્રદેશ)ને ઝડપવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે.

error: Content is protected !!