જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, સરદાર સ્મૃતિ કેન્દ્ર ખાતે આણંદ જીલ્લાના ખેડૂત મહિલાઓનો બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો.એચ.એમ. ગાજીપરાના માર્ગદર્શનથી તા.૧૬-૧૭/૯/૨૦૨૨ તેમજ તા.૨૦-૨૧/૦૯/૨૦૨૨ના રોજ બે દિવસીય મહિલાઓના બે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમનું ઉદ્દઘાટન વિસ્તરણ શિક્ષણ નિયામક, ડો.એચ.એમ.ગાજીપરાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમણે તાલીમમાં વક્તવ્ય આપતા બહેનોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા તેમજ ખેતી સાથે પશુપાલન વ્યવસાય કરવાનો અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત તેમણે પ્રાકૃતિક ખેતી તરફ વળવા ભાર મુકયો હતો. તેમજ આપણી પાસે રહેલ સંસાધનોનો સદઉપયોગ કરવા ખેતી ખર્ચ ઘટાડવા અને ઉત્પાદનની મૂલ્યવૃદ્ધિ કરવા જણાવ્યું હતું. આ તાલીમ વર્ગમાં પ્રાકૃતિક ખેતી અને આદર્શ પશુપાલન અંગેની માહિતી આપી હતી તેમજ ડો.એમ.કે.જાડેજા એ સરદાર સ્મૃતિ કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપેલ અને બહેનોને સાહિત્ય વિતરણ કરર્યુ હતુ. આ તાલીમ કાર્યક્રમનું સંચાલન કુ.પી.બી.અસવારે કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સરદાર સ્મૃતિ કેન્દ્રના ડો.એમ.કે.જાડેજા, એચ.એમ. કુંજડીયા અને આત્મા પ્રોજેક્ટના સ્ટાફએ જેહમત ઉઠાવી હતી.

error: Content is protected !!