રાજયનાં પોલીસ વડા, જૂનાગઢ અને વંથલી પોલીસને હાઈકોર્ટની નોટીસ

0

જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી વી.ટી. સીડાએ જણાવ્યું હતું કે, વંથલીનાં કણઝાધારની કોળી જ્ઞાતિની સગીરાને સાગર પુનાભાઈ સોલંકી નામનો શખ્સ ૧૯ જુલાઈ ર૦રરનાં ભગાડી ગયો હતો. આ પ્રકરણમાં સાગર સોલંકીને જીવા સોલંકી અને બુધ્ધા સાદુર સોલંકીએ મદદગારી કરી હતી. જાેકે, આ પ્રકરણમાં વંથલી પોલીસે ર દિવસ મોડો એટલે કે તા.ર૧ જુલાઈ ર૦રરનાં ગુનો દાખલ કર્યો હતો. જયારે અપહરણનાં કિસ્સામાં મદદગારી કરનાર બંને શખ્સોને વંથલી પોલીસ બચાવવા માંગતી હોય તેમ બંનેનાં નામ એફઆઈઆરમાંથી બાદ કરી નાખ્યા હતા. બાદમાં ર માસ પછી પણ પોલીસ સગીરાનાં અપહરણકર્તાને શોધી શકી ન હતી.
દરમ્યાન વંથલી પોલીસ આરોપીને છાવરી રહી હોય તેમ જણાતા હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવી હેબિયર્સ કોપર્શ દાખલ કરી હતી. જેને પગલે હાઈકોર્ટે રાજયનાં પોલીસ વડા, જૂનાગઢ અને વંથલી પોલીસને નોટીસ ફટકારી ૧૦ ઓકટોબરે કોર્ટમાં હાજર થવા અને સગીરાને પણ રજુ કરવા આદેશ કર્યો છે.

error: Content is protected !!