માંગરોળમાં બંદર વિસ્તારના રહેણાંક મકાનમાંથી ૮૦ પેટી ઇંગ્લીશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર ઉપર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની સાગર પરિક્રમા યાત્રાની જાેરશોરથી તૈયારી ચાલી રહી હતી. એ દરમ્યાન બંદરનાં એક રહેણાંક મકાનમાં ઇંગ્લીશ દારૂ વેચાતો હોવાની ડીવાયએસપી દિનેશ કોડીયાતરને બાતમી મળતા તેમણે માંગરોળ મરીન પોલીસને સાથે રાખીને રેડ કરી હતી. માંગરોળ બંદરના લાડવાવાવ વિસ્તારમાં રહેતો ખારવા શખ્સ જયેશ ઉર્ફે મનુનો હિતેષને ભારતીય બનાવટનો રોયલ સ્ટગની ૪૪૨ બોટલ, બીયર ટીન ૯૯ બોટલ, ચપટા નંગ ૧૭૬૮ બોટલ સહિત કૂલ ૮૦ પેટી જેટલા, ત્રણ લાખ એંસી હજારનો દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. આ દારૂ કયાંથી લાવ્યો તેની સધન પુછપરછ કરતા તેણે નારણ ખાંભલા રબારી રહે. શેરીયાજ અને રાજુ રબારી રહે. કેશોદ રોડના નામ આપ્યા હતા. તેના આધારે માંગરોળ પોલીસે આ ત્રણેય શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!