વંથલી નગરપાલિકાની ઓફીસે બનેલા એક બનાવમાં ફરજમાં રૂકાવટ કરી અને નગરપાલિકાને તાળુ મારી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ગાંધીનગર ટી.પી. ૯, સરગાસણ સૂર્યા સ્ટ્રીટ, બંગલા નં-રપ અને હાલ જૂનાગઢ સર્કીટ હાઉસ, દીલારામ ગેસ્ટહાઉસ ખાતે રહેતા મયુર વસંતરાય જાેષી(ઉ.વ.૪૬) સીરાજભાઈ હારૂનભાઈ વાજા રહે.વંથલી વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી પોતાની કાયદેસરની ફરજમાં હોય તે દરમ્યાન આ કામનાં આરોપી વંથલી નગરપાલિકાનાં સદસ્ય સીરાજભાઈ હારૂનભાઈ વાજા નગરપાલિકાની ઓફીસે જઈ અને ફરિયાદીને તેઓની સલાહ-સૂચના પ્રમાણે કામગીરી કરવાનું કહેતા ફરિયાદીએ સીરાજભાઈને સરકારનાં નિયમ મુજબ કામગીરી કરવા અને ફરજ બજાવવાનું જણાવતા તેઓ ઉશ્કેરાય ગયેલ અને બિભત્સ શબ્દો બોલી ફરિયાદીને તેઓની સૂચના પ્રમાણે કામગીરી કરવાનું દબાણ કરેલ અને ફરિયાદી આમ ન કરે તો નગરપાલિકાને તાળુ મારી દેવાની ધમકી આપ્યાની અને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વંથલીનાં પીએસઆઈ વી.કે. ઉજીયા આ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.
કેશોદમાં માહી ડેરીનાં લોખંડનો ડેલો તોડી રૂા.રર,૬૦૦નું નુકશાન કર્યું
કેશોદનાં માંગરોળ રોડ ઉપર રહેતા રામભાઈ લક્ષ્મણભાઈ કેશવાલા(ઉ.વ.૬ર)એ આઠ થી દસ અજાણ્યા માણસો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં અજાણ્યા આઠ થી દસ માણસો ગુન્હાહિત કાવતરૂ રચી પોતાનો સમાન ઉદેશ પાર પાડવા સારૂ ગેરકાયદેસર મંડળી રચી ત્રણ મોટર સાઈકલ તથા એક રીક્ષામાં બેસી આવી ફરિયાદીની બીલ્ડીંગમાં આવેલ માહી ડેરીનાં લોખંડનો ડેલો તોડી ડેલાનું તાળુ તથા સાંકળ તોડી આ ડેલામાં આશરે રૂા.૧૦૦ની નુકશાની કરી ડેરીમાં અંદર ગુપ્ત ગ્રુહ અપ પ્રવેશ કરી ડેરીએ હાજર આ કામેનાં સાહેદોને હાલ માલધારી સમાજનું આંદોલન ચાલુ છે અને તમે કેમ ડેરી ચાલુ રાખેલ છે તેમ કહી દુધનાં ભરેલ કેન કુલ ૧૦ કુલ લીટર ૪૦૦ જેની કુલ કિંમત રૂા.રર,પ૦૦ મળી કુલ રૂા.રર,૬૦૦ની નુકશાની કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા કેશોદ પીએસઆઈ આ બનાવની વધુ તપાસ ચલાવી રહ્યા છે.