જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઉડાઉ જવાબ મળતા હોવાની રાવ

0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ મજબૂરીથી આવતા હોય છે. ત્યારે તેમના સગા પણ પોતના સ્વજન સ્નેહીસાથે આવતા હોય છે. ધોરાજીથી આવેલ પરેશભાઈના ધર્મપત્ની એપેન્ડીશની સર્જરી માટે દાખલ થયા હતા. સર્જરી માટે વહેલી સવારથી ઓપરેશન વિભાગમાં બેસાડી રાખવામાં આવ્યા હતા અને આશરે પાંચ કલાક જેવા સમય બાદ ઓપરેશન અર્થે લેવામાં તો આવ્યા પરંતુ બે થી અઢી કલાક બાદ જ્યારે ઓપરેશન વિભાગના કર્મચારી દીપકભાઈ નામના વ્યક્તિને દર્દીના સગા દ્વારા પૂછવામાં આવ્યું કે, ઓપરેશન હજુ ચાલુ છે ત્યારે દીપકભાઈ નામના કર્મચારી ઉશ્કેરાય જણાવ્યું કે, અંદર કાઈ રાખવા માટે ન લઈ ગયા હોય ઓપરેશન ચાલુ જ હોય આ રીતે ઉધતાય ભર્યા જવાબ આપ્યો હોવાની દર્દીના સગા પરેશભાઈ દ્વારા મૌખિક ફરિયાદ કરવામાં આવી હતી. જાે કે, સરકારે કરોડો રૂપિયાના ખર્ચે લોકોની સુખાકારી માટે સિવિલ હોસ્પિટલની સુવિધા આપવા પ્રયત્ન તો કર્યો છે પરંતુ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની ભૂલો અને કાર્યકુશળતાના અભાવે છાશવારે કંઈને કંઈ સમસ્યાઓ તેમજ ઘટનાઓ પ્રકાશમાં આવે છે તેમજ સુવિધાનો અભાવ જેવા કે, શૌચલાયમાં તાળા, પીવાના પાણીની વ્યવસ્થામાં પણ ક્યાંકને ક્યાંક અભાવ અને પૂરતા સ્ટાફ અને સાધનોનો અભાવ જાેવા મળી થયો છે. તેમજ આ સાથે ગંદકી તો કાયમ માટે જાેવા મળી રહી છે ત્યારે તંત્ર ક્યાંકને ક્યાંક વામળું પુરવાર થતું હોવાના જીવંત પુરાવા મળી રહ્યા છે. આખરે બેદરકાર તંત્ર ક્યારે સુધરશે તેવા પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જાે કે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ નયનાબેન લકુમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, દર્દી કે તેમના સગા સાથે કોઈ દુર્વ્યવહાર થયો હોય તો તે ક્યારેય ચલાવી લેવામાં આવશે નહી અને જવાબદાર તમામ સામે શિક્ષાત્મક પગલાં લેવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!