ખંભાળિયામાં આવેલા ટાઉનહોલ ખાતે ગઈકાલે શુક્રવારે સાંજે ઈલેક્ટ્રીક રૂમમાં એકાએક આગ લાગતા થોડો સમય નાશભાગ મચી જવા પામી હતી. જાેકે સમયસર આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી. ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત ટાઉનહોલના ઇલેક્ટ્રિક રૂમમાં ગત સાંજે આશરે છ વાગ્યે એકાએક આગના ધુમાડા જાેવા મળ્યા હતા. આ બનાવ બનતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું ખુલવા પામ્યું છે. આ ટાઉનહોલ બંધ હોવાથી મોટી જાનહાની થતા અટકી હતી. જાેકે મીટર રૂમમાં નુકસાની થયાનું પણ જાણવા મળ્યું છે.