સોમનાથ મહાદેવ ભૂમિ ઉપર નવરાત્રીમાં નાગર જ્ઞાતિનાં બેડા ગરબાની પ્રાચીન પરંપરા

0

સમગ્ર સોમનાથ પંથક નવલા નવરાત્રીમાં ઝુમવા અને રાસ-ગરબાની રમઝટ માટે થનગની રહયું છે ત્યારે ગીર સોમનાથ જીલ્લા વેરાવળથી ડાભોર જતા રોડ ઉપર નવા વાઘેશ્વરી માતાજીનાં મંદિરે સમસ્ત નાગર જ્ઞાતિ દ્વારા બેઠા ગરબની સંસ્કૃતિ પરંપરા આજેય જળવાઈ રહી છે.
બેઠા ગરબા શું છે ?
આ ગરબામાં દાંડીયા રાસ કે વર્તુળાકાર ગરબી ઘૂમ્યા સિવાય માત્ર બેઠે બેઠે જ તાલીઓનાં સાથે સાથે માતાજીની ભાવમયી સ્તૃતિઓ, ગરબા, શક્રાદય સ્તુતિ, તેર કવચની ગરબીઓ ગાવામાં આવે છે. વેરાવળમાં આ ગરબાનું આયોજન કરતા જ્ઞાતિ અગ્રણી દિનેશ વૈષ્ણવ કહે છે ‘નાગરોમાં બેઠા ગરબા એ સદીઓ જુની પરંપરા છે’ તેનું તાર્કીક કારણ એ પણ હોય શકે કે ગરબી અને ડીસ્કો દાંડીયામાં નાનેરાઓથી માંડી મોટેરાઓ સુધીનાં રાસ-ગરબામાં ઘુમી શકે હિંચ પણ લઈ શકે, પરંતુ મોટી ઉંમરનાં અને અશકતો કયાં જાય ? એ વિચારે જ આ પ્રથાનો જન્મ આપ્યો હોઈ શકે. પ્રારંભમાં રાસ આવ્યા જે તાલીઓનાં સાથથી પડતા ત્યાર પછી દાંડીયારાસ આવ્યા જે વિવિધતામાં આ બેઠા ગરબા પણ આવ્યા જેમાં હવે માત્ર અશકતો-વૃધ્ધો જ નહીં યુવાન-યુવતીઓ પણ આમા જાેડાઈ છે. દિનેશ વૈષ્ણવ આગળ જણાવે છે કે અમારો આ કાર્યક્રમ શક્રાદય સ્તુતિથી થાય છે ત્યાર બાદ તેર કવચનાં ગરબા તેમજ માઈ કલાપી તથા કવિ સુમંતનાં ગરબા-ગરબી આઠમને દિવસે દયા કલ્યાણનો ગરબો અને માઈ બુલબુલની અંબાજીની સ્તુતિ ગવાય છે. માંગરોળનાં દિવાનજી રણછોડનાં પ્રાચીન ગરબા આમ બહેનો-ભાઈઓનાં ભાવ નીતરતા હલકાર કંઠે ગાવાતા હોય ત્યારે માના વિશ્વ દરબારમાં અનુભૂતિ અનુભવાય છે. આ ગરબામાં ઢોલક, મંજીરા, કાંસીયા, કરતાલ જેવા પ્રાચીન વાદ્યો જ ઉપયોગ કરાય છે. દિનેશ વૈદ્ય, ભૂમાલિ વૈદ્ય વિગતો ઉમેરતા કહે છે કે આવા બેઠા ગરબા જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા અને નાગરોનાં જયાં જયાં વસવાટ હોય છે ત્યાં લેવાય છે. અહીં ગવાતા મુખ્ય ગરબાઓમાં ‘ચોખલીયાળી ચુંદડી રે’, ‘માં ગરબે રમવા નીસર્યા’, ‘અમને હસતાને રમતા રાજાે માં’, ‘શકિત તારી કળાય નહીં’, ‘ડુંગરમાંથી પ્રગટયા છો’, ‘એવો ગરવો છે ઉંચો ગઢ ગિરનાર.’ આ ગરબાઓ રાત્રીનાં ૯ થી ૧૧ સુધી યોજાય છે. અને જેમાં પાટણ, વેરાવળ, સુત્રાપાડા અને આસપાસનાં નાગર જ્ઞાતિનાં ભાઈ-બહેનો ભાગ લે છે.

error: Content is protected !!