ગીર-સોમનાથ જિલ્લામાં અપુરતા બજેટથી આરોગ્ય વિભાગનું આયોજન ખોરવાયું

0

સરકાર દ્વારા એપ્રિલ મહિનાથી નવું નાણાકીય વર્ષ ગણવામાં આવે છે તથા દર વર્ષે આગોતરૂ આયોજન કરીને એપ્રિલ મહિનાના અંતમાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે નવું નાણાંકીય વર્ષ શરૂ થયાને છ મહિનાથી વધુ સમય થવા છતાં પણ હજુ આરોગ્ય વિભાગમા પુરતી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. છેલ્લા કેટલાક સમયથી પગાર પણ ખૂબ જ અનિયમિત થઈ ગયા છે. સરકારની કામગીરી માટે ખાનગી એજન્સીઓ તથા કર્મચારીઓએ રોકેલા નાણાં પણ લાંબા સમયથી ચુકવવામાં આવેલ નથી. ત્યારે જવાબદાર અધિકારીઓ આ બાબતે યોગ્ય કરે તે ઈચ્છનીય છે.

error: Content is protected !!