મોટીવેશનલ સ્પીકર અને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું પારિતોષિક મેળવનાર જૂનાગઢનાં શિક્ષક જીતુભાઈ ખુમાણનો આજે જન્મદિવસ

0

રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પારિતોષિક અને મોટીવેશનલ સ્પીકર જીતુભાઈ ખુમાણનો આજે જન્મદિવસ છે. તેઓએ વર્ષ ૨૦૨૧માં ગુજરાત સરકારે તેમને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ આપ્યો છે અને તેમણે જૂનાગઢનું નામ સમગ્ર ગુજરાતમાં રોશન કર્યું છે. તેઓ અનેક સામાજિક ધાર્મિક સેવાકીય સંસ્થાઓમાં જાેડાયેલા છે. રાષ્ટ્રીય શૈક્ષણીક મહાસંઘ ગુજરાત પ્રાંતમાં વરિષ્ઠ ઉપાધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેઓ અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. જૂનાગઢની કાઠી કન્યા વિદ્યાલયમાં શિક્ષક તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા પ્રમાણે જન્મદિવસની ઉજવણી કોઈ સારૂ કર્મ કરીને કરવી જાેઈએ તે પ્રમાણે તેઓ તેમના જન્મદિવસની ઉજવણી માનસિક વિકલાંગ દિવ્યાંગોની સંસ્થા શ્રી સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટમાં જઈ અને માનસિક રીતે વિકલાંગ દિવ્યાંગ બાળકોને ફ્રુટ આપી અને તેમની સાથે તેમના જન્મદિવસની ઉજવણી કરશે. એમને અભિનંદન આપવા માટે એમનો મોબાઈલ નંબર ૯૯૭૯૪૩૯૧૨૯ છે.

error: Content is protected !!