હાલ મનખા… હાલ… મારે તો જવું છે ગિરનારનાં પરિક્રમાનાં મેળામાં

0

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો આજે કારતક સુદ અગીયારસ એટલે કે દેવ દિવાળીનાં દિવસથી મધ્યરાત્રીએ વિધીવત પ્રારંભ થઈ રહ્યો છે અને તેને લઈને જૂનાગઢ સહિત દુર-દુરથી ભાવિકોનો પ્રવાહ ભવનાથ તળેટી ખાતે પહોંચી જવા માટે આતુર બન્યો છે. જાેકે, પરિક્રમાર્થીઓની સતત આવકને કારણે ગઈકાલે વહેલી સવારે ઈટવા ઘોડીથી પરિક્રમાર્થીઓને પ્રવેશ અપાયો હતો અને દોઢ લાખ કરતા વધારે ભાવિકો પરિક્રમા શરૂ થઈ તે પહેલા જ આગાલા દિવસે જંગલમાં મંગલ કરવા પહોંચી ગયા હતા. ગઈકાલે રાત્રીનાં પણ ભારે માનવ મેરામણ ભવનાથ વિસ્તારમાં ઉમટી પડયો હતો. તકેદારીનાં તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જીલ્લા વહિવટી તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર તેમજ સંબંધીત વિભાગો દ્વારા યાત્રાળુઓની સુવિધા અને સલામતી માટે ખડેપગે ફરજ બજાવવામાં આવી રહી છે. ઉતારા મંડળમાં પ્રસાદ-ભોજન માટેનાં અન્નક્ષેત્રો શરૂ થઈ ચુકયા છે અને જયાં જુઓ ત્યાં પરિક્રમાર્થીઓનો પ્રવાહ જાેવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ જુદા-જુદા રસ્તાઓ ઉપરથી પરિક્રમાર્થીઓનાં સંઘો પગપાળા, વાહનમાં ભવનાથ તરફ જઈ રહ્યા છે અને સોૈને પરિક્રમાનું પુનીત ભાથું બાંધવું છે. સોૈનાં મનમાં જાણે એક જ ધુન લાગી છે હાલ મનખા હાલ મારે તો જવું છે ગિરનારની પરિક્રમાનાં મેળામાં.

error: Content is protected !!