ગીર સોમનાથ જીલ્લા એસઓજીનાં પીઆઈ અરવિંદસિંહ જાડેજાનો આવતીકાલે જન્મ દિવસ

0

ગીર સોમનાથ જીલ્લાનાં ઈન્ચાર્જ એસઓજી પીઆઈ અરવિંદસિંહ જાડેજાનો આવતીકાલ રવિવાર તા. ૬ નવેમ્બરનાં રોજ જન્મ દિવસ છે. મોરબી જીલ્લાનાં કોટડા નાયાણી ગામે તા. ૬-૧૧-૧૯૭૬નાં જન્મેલા તેઓનાં પિતા ખેડૂત અને પાંચ વર્ષ સરપંચ પણ રહી ચુકયા. વર્ષ ર૦૦૯ની ભરતી બેચના તેઓનું પ્રાથમિક શિક્ષણ કોટા નાયાણી, લીબંડી, વાંકનેર તેમજ ગુજરાત હોકીનો તેઓ નેશનલ પ્લેયર છે. તેઓએ ચાર્જ લેતાં અંગત સુઝબુઝથી અટપટા ગુનાઓ ઉકેલી ગુનેગારો, આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જેમ કે આંબલીયાળા ફાયરીંગનાં આરોપીને છેક દિલ્હીનાં નોઈાડથી તો સોમનાથ ટ્રસ્ટ અતિથિગૃહોની બનાવટી વેબસાઈટ બનાવી ઓનલાઈન ભારતભરનાં પ્રવાસીઓની રકમ ઠગતા આરોપીને રાજસ્થાનથી પકડી પાડેલ હતો. તેમજ દરીયા કાંઠે પકડાયેલ ડ્રગ્સનાં આરોપીને શોધી જેલ હવાલે કરેલ છે. તેમનાં જન્મ દિવસે મો. નં. ૯૮૭૯૩ ૧૦૦૭ ઉપર શુભેચ્છાનો વરસાદ થઈ રહયો છે.

error: Content is protected !!