જૂનાગઢમાં મુસ્લિમ સમાજ દ્વારા ગ્યારવી શરીફની સાદગી પૂર્ણ રીતે ઉજવણી

0

મોરબી ઝુલતા પુલકાંડને લઇ લેવાયો હતો આ ર્નિણય

જૂનાગઢ શહેરમાં હઝરત ગોષે આઝમ રદી અલ્લાહો તઆલા અનહોની(ગ્યારવી શરીફ) યાદમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હઝરત ગુલઝાર બાપુના અધ્યક્ષ સ્થાને તારીખ ૭-૧૧-૨૦૨૨ સોમવારના રોજ ગયારવી શરીફનું ઝુલુસ કાઢવામાં આવેલ હતું. સર્વાનુમતે નક્કી કર્યા મુજબ વર્તમાનમાં બનેલ મોરબી ઝુલતા પુલકાંડના કારણે ઝુલુસ સંપૂર્ણ સાદગીમય રીતે કાઢવામાં આવેલ હતું. ઝુલુસનાં પ્રારંભે વાલીએ સોરઠની દરગાહ ખાતે સોમવારે સવારે અગિયાર કલાકે ચાદર વિધિ બાદ મોરબી ઝુલતા પુલકાંડમાં શહીદ થયેલ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ઝુલુસ પ્રારંભ કરવામાં આવેલ હતો. ઝુલુસ રાબેતા મુજબના રૂટ વાલીએ સોરઠ દરગાહથી લઈ સુખનાથ ચોક, જેલરોડ, કોર્ટે રોડ, ચિતાખાના ચોક, ઢાલ રોડ, માંડવી ચોક, ઝાલોરાપા થઈ ઉધીવાડા ખાતે સંપન્ન થયેલ હતું. જેમાં મુફ્તી સાહેબે પ્રસંગને અનુરૂપ ઉદ્‌બોધન કરેલ હતું. જ્યારે શહેરે ખતિબ અલીમોહમદ સાહેબે સલાતો સલામ પેશ કરેલ અને ગુલઝાર બાપુએ દુઆએ ખેર કરેલ હતી. ઝુલુસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા
હતા.

error: Content is protected !!