આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્‌્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો જૂનાગઢમાં રોડ શો

0

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે અન ચૂંટણીનાં ફૂંકાયેલા શંખનાદને પગલે રાજકીય પક્ષો આ ચૂંટણી જંગ જીતવા મેદાનમાં ઉર્તયા છે. કોંગ્રેસ, ભાજપ અને આપ વચ્ચેની ત્રિપાંખીયા જંગની ટક્કરમાં મતદારોને આકર્ષવા માટે જુદા-જુદા કાર્યક્રમો રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે જૂનાગઢ ખાતે આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શોનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનું આજે જૂનાગઢમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાળવા ચોક ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર પ્રતિમાએ પુષ્પાજંલી અર્પણ કર્યા બાદ અરવિંદ કેજરીવાલનો કાળવા ચોકથી આઝાદ ચોક સુધીનો રોડ શો યોજવામાં આવ્યો હતો અને એક જનસભાને પણ સંબોધી હતી.

error: Content is protected !!