સોરઠ પંથકમાં ૩ અપમૃત્યુંનાં બનાવ

0

મુળ દાહોદ જીલ્લાનાં ગરબાડા તાલુકાનાં અલ્પેશ રામસિંગ ભાંભોર(ઉ.વ.ર૧) તેમની પત્ની સાથે સામાન્ય બોલાચાલી થતા તેમની પત્ની પીયર જતી રહેલ હોય જેથી લાગી આવતા પોતાની જાતે ચુંદડી વડે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ બનાવ ખડીયા ગામ નજીક ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં નવા બાંધકામ સામે ઝુંપડામાં રહેતા મૃતક અલ્પેશ ભાંભોરને ત્યાં બન્યો છે. જૂનાગઢ તાલુકા પોલીસ વધુ તપાસ ચલાવી રહેલ છે. જયારે અન્ય એક બનાવમાં બાંટવાનાં લીંબુડા ગામે રહેતા નીતાબેન જમનભાઈ(ઉ.વ.૬પ)એ ભુલથી એસીડ પી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ત્યાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. આ ઉપરાંત માંગરોળનાં લંબોરા વીરપુર રોડ વાડી વિસ્તારમાં રહેતા વિર દિલીપભાઈ નાવડે(ઉ.વ.૧૩ માસ) વાળુ બાળક રમતા-રમતા અકસ્માતે કુવામાં પડી જતા ડુબી જવાનાં કારણે તેનું મૃત્યું થયું છે.

error: Content is protected !!