બિલખાનાં સાખડાવદર ગામે મારા-મારી, જાનથી મારી નાખવાની ધમકી : ૩ સામે ફરિયાદ

0

બિલખા પોલીસ સ્ટેશન તાબાનાં સાખડાવદર ગામે પાદરમાં જ મારામારીનો એક બનાવ બનાવા પામેલ જેમાં ૩ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં હાલ બાદલપુર ખાતે રહેતા રામભાઈ રાજાભાઈ મોરી(ઉ.વ.રર)એ ગાંગાભાઈ વેજાભાઈ, વીરાભાઈ વેજાભાઈ, વેજાભાઈ લખમણભાઈ રહે.સાખડાવદર સામે એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી તથા તેનો ભાઈ ભીખુભાઈ જેઠાભાઈ એમ બંને તેનાં સંબંધી મિત્રને મળવા ચાપરડા જઈ પરત આવતા હતા તેવામાં સાખડાવદર પાસે પહોંચતા આ કામનાં આરોપી નં.૧ વાળા પોતાની મોટરસાઈકલ ઓવરટેક કરી સાઈડમાં ચલાવવાનું કહી આડુ નાખી ફરિયાદીનું મોટરસાઈકલ રોકાવી ભુંડી ગાળો આપવા લાગેલ અને આ કામનાં ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈ લાકડી વડે આ કામનાં ફરિયાદીને આડધડ માર મારવા લાગેલ અને રાડારાડ થતા આ કામનો આરોપી નં.ર તથા ૩નાઓ આવી સાહેદ ભીખુભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને આડેધડ માર લાકડીઓ વડે ત્રણેયને માર મારી ફરિયાદીને તથા સાહેદને જાનથી દમારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદી પોલીસમાં નોંધાવતા બિલખા પોલીસે આરોપી વિરૂધ્ધ વિવિધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

વિસાવદર ખાતે વરલી મટકાનાં જુગાર અંગે ૬ સામે કાર્યવાહી
વિસાવદર પોલીસે ગઈકાલે જુગાર અંગેની રેડ કરતા વરલી મટકાનાં જુગાર રમતા પ શખ્સોને કુલ રૂા.૧૪૦૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. ત્યારે રેડ દરમ્યાન એક શખ્સ હાજર નહી મળતા કુલ ૬ શખ્સો વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!