આવતીકાલે ૯મી નવેમ્બર જૂનાગઢનો મુકિતદીન

0

કોઈપણ ધારાસભ્ય ચુંટાય તેમણે આરઝી હકુમત ચળવળની ગાથા જીવંત રાખવા મેમોરીયલ કે સ્મારક બનાવવા પ્રજાને ખાત્રી આપવી પડશે

૯મી નવેમ્બરનો દિવસ જૂનાગઢ માટે મીઠી મધુરી યાદ અને આઝાદીનો સુવર્ણ દિવસ લઈને આવેલ છે. આ ૭૩ વર્ષ પહેલા અનેક યાતના, અંધાધુધી અને જૂનાગઢ અને સોરઠ પંથકની વિકટ પરિસ્થિતિમાંથી મુકાયેલા પ્રજાજનોને સાચા અર્થમાં આઝાદી અપાવનારા આરઝી હકુમતના નામી અનામી વિર સૈનિકોને શ્રધ્ધાસુમન અર્પણ કરવાનો દિવસ છે. જૂનાગઢ રાજયને આરઝી હકુમતના વિર સૈનિકોએ મહત્વનું યોગદાન આપી અને આઝાદી અપાવી હતી અને સોરઠના આંગણે થયેલી પ્રજાકીય ચડવળ અને લોક ક્રાંતિનો સુવર્ણ ઈતિહાસ લખાયેલો છે. ત્યારે આરઝી હકુમતના વિર સૈનિકોને શ્રધ્ધાંજલી અર્પીએ પરંતુ તેઓના યોગદાનને કાયમ જીવંત રાખવા માટે જૂનાગઢ શહેરમાં આરઝી હકુમતની વિજય યાત્રાના સમરણોને જીવંત રાખવા માટેના મ્યુઝીયમ, સ્મારક કે મેમોરીયલ બનાવવાની લાગણી અને માંગણી લોકોમાં જાેવા મળી રહી છે. આગામી વિધાનસભાની ચુંટણીમાં જે કોઈની સરકાર બને તેમજ જૂનાગઢના જે કોઈ ધારાસભ્ય બને તે સૌકોઈની ફરજ થઈ પડશે કે જૂનાગઢને મ્યુઝીયમ કે સ્મારક કે મેમોરીયલ આપવું અને તો જ આરઝી હકુમતના સૈનિકોને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી અપાશે.
સૌરાષ્ટ્‌્રનું અતિ મહત્વનું તેમજ રાજકીય ઐતિહાસિક અને ધાર્મિક દ્રષ્ટીએ પણ આગવો ઈતિહાસ ધરાવતા જૂનાગઢ શહેરનો આવતિકાલ તા.૯ નવેમ્બરના રોજ મુકિતદીન હોય જેને લઈને લોકોમાં આનંદ અને ઉત્સાહ જાેવા મળી રહેલ છે તો બીજી તરફ ગુજરાત વિધાનસભાની ચુંટણી આચાર સહિતાના કારણે સરકારશ્રી તરફથી કોઈ જાહેર કાર્યક્રમ થશે નહી અને આચાર સહિતાની અમલવારી વચ્ચે જૂનાગઢના મુકિતદીનની કહેવા પુરતી ઉજવણી થશે તેમ મનાય છે.
૧પમી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે ભારત દેશ અંગ્રેજાેની ગુલામીમાંથી મુકત થયો અને સમગ્ર દેશમાં આઝાદીની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે તે વખતે હૈદરાબાદ તેમજ જૂનાગઢ રાજયનો પ્રશ્ન ખુબજ જટીલ બન્યો હતો. જૂનાગઢ રાજયના તત્કાલીન નવાબે કોઈની ચડવણીથી જૂનાગઢ રાજયને પાકિસ્તાન સાથે જાેડાણ કરવાની હિલચાલ કરતા જેનો સમગ્ર સોરઠ પંથકમાંથી જબ્બર વિરોધ્ધ ઉઠવા પામેલ હતો અને આઝાદીની વધુ એક લડાઈ પ્રજાની લોક ક્રાંતિનો જુવાળ ઉભો થયો હતો. જૂનાગઢ શહેર અને રાજયમાં અંધાધુધી પ્રવર્તી હતી અને શું થશે ? તેવો ભવિષ્યનો કઠીન પ્રશ્ન ઉઠવા પામેલ હતો. પરંતુ આ જટલી સમસ્યાના ઉકેલ માટે સોરઠ પંથકની ખમિરવંતી પ્રજાએ હાથ ચડયું હથીયાર લઈ અને નવાબી શાસન સામે ટકર જીલવા માટે કટીબધ્ધ બન્યા હતા. માતૃભૂમિની રક્ષા અને મા ભોમનું ઋણ અદા કરવા માટે લોકો જાતે સજજ બન્યા હતા અને પ્રજાકીય ક્રાંતિને નામ આપવામાં આવ્યું ‘આરઝી હકુમત’ આરઝી હકુમત નામની સેનાની રચના કરવામાં આવી હતી અને આગેવાનો તેમજ અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ શિષ્તબધ્ધ સેના તૈયાર થઈ હતી. લોકોની સરકાર એટલે કે, આરઝી હકુમતની આ સેના અને તેના મરજીવા સૈનિકોએ જીંદાદીલી, સાહસિકતા અને મહત્વનું યોગદાન આપી અને જૂનાગઢને સાચા અર્થમાં આઝાદી અપાવી હતી. ૮૬ દિવસ ઉપરાંતની આરઝી હકુમત સેનાની વિજયકુચના પરીણામે નવાબી શાસન અને નવાબી રાજય હેઠળના એક પછી એક ગામો ઉપર કબ્જાે કરવામાં આવ્યો હતો. આરઝી હકુમતની વિજય યાત્રાને કારણે આખરે એક દિવસ જૂનાગઢના તત્કાલીન નવાબ પોતાના રસાલા સાથે પાકિસ્તાન રવાના થઈ ગયા હતા અને આરઝી હકુમત સેનાએ જૂનાગઢ રાજયનો વિધીવત કબ્જાે મેળવી અને હિન્દી સંઘમાં જાેડાઈ અને ભારતના અવિભાજય અંગ સાથે જૂનાગઢ રાજયનું પણ જાેડાણ થયું હતું અને ૯મી નવેમ્બર ૧૯૪૭ના દિવસે જૂનાગઢ રાજય સાચા અર્થમાં મુકત થયું હતું. સમગ્ર ભારતદેશનો ૧પમી ઓગષ્ટ ૧૯૪૭નો દિવસે સ્વતંત્રતા દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. જયારે જૂનાગઢનો મુકિત દિવસ ૯મી નવેમ્બર હોય તે દિવસે તેની ઉજવણી થતી હોય છે. ૯મી નવેમ્બરના રોજ બહાઉદીન કોલેજ ખાતે આવેલા વિજય થંભનું પૂજન કરવામાં આવે છે. ફટાકડાની આતશબાજી કરવામાં આવે છે અને આ રીતે જૂનાગઢવાસીઓ ૯મી નવેમ્બરનાર જૂનાગઢ શહેરના આઝાદીના દિવસની ઉજવણી કરતા હોય છે. દર વર્ષે કરવા ખાતર મયુની તંત્ર દ્વારા ઉજવણી થતી હોય છે પરંતુ આ વર્ષે આગામી તા.૧ ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની યોજાનારી ચુંટણીને લઈને ચુંટણી આચાર સહિતાને લીધે સરકારી કોઈ કાર્યક્રમ થઈ શકે તેમ ન હોય જૂનાગઢના મુકિત દિવસની સાદાઈથી ઉજવણી થશે અને તે રીતે કાર્યક્રમનું પણ આયોજન થશે તેમ મનાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ શહેર અને જૂનાગઢ રાજયને સાચા અર્થમાં આઝાદી અપાવનારા જૂનાગઢ આરઝી હકુમતના વિર સેનાનીઓ કે, આ આઝાદી જંગમાં પોતાના ઘર પરીવારની ખેવના રાખ્યા વિના પ્રજાકીય ક્રાંતિમાં યોગદાન આપનારા સોરઠના કોઈ ક્રાંતિવીર હાલ હયાત નથી. મોટાભાગના આરઝી હકુમતના સૈનિકો આજે હયાત નથી ત્યારે મુકિત સંગ્રામના આ સૈનિકોએ જે યોગદાન આપી અને નાનકડી પણ અતિ મહત્વની લોકક્રાંતિ સર્જી અને ઈતિહાસના કાંગરે જેઓનો અનોખો ઈતિહાસ લખાયો છે તેવા વિર આરઝી હકુમતના તમામ સૈનિકોને કોટી કોટી વંદના કરવામાં આવે છે. જૂનાગઢ શહેરએ આઝાદીનો ઈતિહાસ રચનાર મહત્વનું જૂનાગઢ શહેર હોય સોરઠ જીલ્લા કક્ષાના આ શહેરમાં આરઝી હકુમતનો ઈતિહાસની કાયમ સ્મૃતિ જળવાય રહે અને આરઝી હકુમતના સેનાનીઓની યશોગાથા કાયમી ધોરણે સચવાય રહે તે માટે અમુલ્ય તસ્વીરો સહિતના ઈતિહાસ સાથેની નોંધ સાથે મ્યુઝીયમ બનાવવાની ઘણા લાંબા સમયની લાગણી અને માંગણી લોકોની રહેલી છે. જયારે આગામી વિધાનસભાની ચુંટણીબાદ જે કોઈ પક્ષ ગુજરાતની શાસનધુરા સંભાળે તેમજ જૂનાગઢ વિધાનસભાની બેઠક ઉપર જે કોઈ ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવે તેઓએ જૂનાગઢ શહેરને આરઝી હકુમતના સૈનિકોની યાદમાં એક મ્યુઝીયમ બનાવવાનું સ્વપ્નું સાકાર કરવું પડશે અને તો જ જૂનાગઢના મુકિતદાતા એવા આરઝી હકુમતના વિર સૈનિકોને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી આપી ગણાશે. આ તકે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પરીવાર દ્વારા આરઝી હકુમતના સૈનિકોને કોટી કોટી વંદના…

error: Content is protected !!