વિધાનસભાની ચૂંટણી સંદર્ભે હાલ આદર્શ આચારસંહિતા અમલી છે. નિષ્પક્ષ, ન્યાયી અને મુક્ત રીતે ચૂંટણી પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખર્ચ ઓબર્ઝવર સૌરભ દુબેના અધ્યક્ષસ્થાને અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતે ચૂંટણી ખર્ચ નિયંત્રણ કામગીરી માટે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ખર્ચ ઓબર્ઝવરએ જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારના વિવાદ કે પક્ષપાત વિના નિષ્પક્ષ, ન્યાયી, સ્વતંત્ર રીતે ચૂંટણી યોજાઈ તે મહત્વની બાબત છે. જિલ્લાની ટીમ આ કામગીરી વધુ સારી રીતે પૂર્ણ કરી શકશે તેવી શ્રદ્ધા સાથે તેમણે ખર્ચ નિયંત્રણ સંબંધિત કોઈપણ પ્રકારનું નિરીક્ષણ ચૂકી ન જાય તે જાેવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું. ચૂંટણી ફરજમાં રોકાયેલા હોય તે દરેક પોતાના દાયિત્વથી વાકેફ હોય, ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસરે તો તે પડકારોને વધુ સારી રીતે કામગીરી કરી શકે છે. એક મતદાતા તરીકે નહિ પરંતુ સમગ્રતયા સ્થિતિમાં નાનામાં નાની બાબતો માટે સતર્ક રહેવા તથા ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસરવા સૂચન કર્યુ હતંુ. તેમણે દરેકને પોતાની ચૂંટણી ફરજ વિષે વધુ સતર્ક થવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, ખર્ચ નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, અધિક નિવાસી કલેક્ટર ભૂપેશ જાેટાણીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આસ્થા ડાંગર વિગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.