મતદાન જાગૃતિના સંદેશા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “અવસર રથ”ને પ્રસ્થાન

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી સંદર્ભે અવસર લોકશાહીના કેમ્પેઇન અંતર્ગત સમાજનાં વિવિધ વર્ગોનાં લોકો, સ્થળાંતરિત મતદારો તથા વંચિત મતદારોની ભાગીદારીથી ઉચ્ચ મતદાન થાય તથા વધુને વધુ લોકોમાં મતદાન જાગૃતિ આવે તે હેતુથી અવસર રથ દ્વારા સમગ્ર જિલ્લામાં લોકોને મતદાન કરવા અંગે જાગૃત થાય તે હેતુ સાથે તા.૧૧ સુધી વિવિધ વિસ્તારોમાં અવસર રથ ભ્રમણ કરશે. જે અંતર્ગત મંગળવારે અહીંની જિલ્લા કલેકટર કચેરી ખાતેથી અવસર રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રથ ભાણવડ, ભાડથર, લાલપરડા, વિરમદળ, ધરમપુર સહિતના વિસ્તારોમાં તેમજ આ બેઠકના તમામ મત વિસ્તારો ખાતે “અવસર રથ” દ્વારા લોકોને મતદાન કરવા અપીલ કરી, મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!