દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી સંદર્ભે પોલીસ તંત્ર દ્વારા પણ સક્રિય રીતે કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સ્થાનિક પોલીસ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના દરિયાઈ કાંઠાના વિસ્તાર એવા વાડીનાર મરીન વિસ્તારમાં પોલીસ દ્વારા સી.એ.પી.એફ. ને સાથે રાખીને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાડીનાર મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. યુ.બી. અખેડ તથા સી.એ.પી.એફ.ના જવાનોએ વાડીનાર તથા ભરાણા ગામના જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ અંગેની કામગીરી કરી હતી. ચૂંટણી સંદર્ભે મહત્વના એવા વાડીનાર તથા ભરાણા ગામે મરીન પોલીસ સ્ટાફ તેમજ અન્ય એજન્સીના જવાનોએ ફ્લેગ માર્ચ કરતા ગુનાહિત માનસ ધરાવતા તત્વો ભોંભિતર થઈ ગયા હતા.