ખંભાળિયા પંથકમાં બોગસ ડ્રાયવિંગ લાયસન્સ કૌભાંડના દુબઈ નાસી છૂટેલા આરોપીને દબોચી લેવાયો

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા ડુપ્લીકેટ ડ્રાયવિંગ લાયસન્સ પ્રકરણમાં એક આરોપી દુબઈના છૂટ્યા બાદ અહીં પરત આવતા ચોક્કસ બાતમીના આધારે જિલ્લા એસ.ઓ.જી. પોલીસે તેને ખંભાળિયા પાસેથી ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આજથી આશરે પાંચેક માસ પૂર્વે કેટલાક આસામીઓના બોગસ ડ્રાયવિંગ લાયસન્સ કાઢવામાં આવ્યા હોવા અંગેનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જેના અનુસંધાને જે-તે સમયે સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ આ પ્રકરણમાં ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બારલો વાસ વિસ્તારમાં રહેતા અને વહાણવટી વ્યવસાય સાથે સંકળાયેલા મહંમદ સલીમ હુસેનભાઈ ભોકલનું નામ ખુલવા પામ્યું હતું. ઉપરોક્ત શખ્સ કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે દુબઈ નાસી છૂટ્યો હતો. આ શખ્સ દુબઈથી પરત આવ્યો હોવાની માહિતી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. વિભાગના કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળતા ઉપરોક્ત શખ્સને ખંભાળિયા નજીકના હાઈવે ચાર રસ્તા પાસે આવેલી સરકારી હોસ્પિટલ પાસે ઉભો હોવાની બાતમીના આધારે ૫૨ વર્ષિય ઉપરોક્ત શખ્સને પોલીસે દબોચી લીધો હતો. જેની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે ડ્રાયવિંગ લાયસન્સ અંગેનો ગુનો આચાર્યો હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે તેની અટકાયત કરી, વધુ તપાસ અર્થે સલાયા મારીન પોલીસને સોંપ્યો છે.

error: Content is protected !!