દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જુદા જુદા પંદર સ્થળોએ ચેકિંગ ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ પહેલી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીનું મતદાન થનાર છે. ત્યારે જિલ્લામાં ચૂંટણી સંદર્ભે કાયદો અને પરિસ્થિતિ સાબૂત બની રહે તે હેતુથી અહીંના જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલા કેટલાક પ્રતિબંધાત્મક આદેશો વચ્ચે અહીંના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી કાર્યવાહી માટે ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત ખંભાળિયા નજીકના જામનગર રોડ, પોરબંદર રોડ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા નજીકને સાંકળતી અન્ય જિલ્લાઓની બોર્ડર વિસ્તારમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. જેમાં ખંભાળિયા-જામનગર રોડ, ખંભાળિયા-ભાણવડ રોડ, ખંભાળિયા-પોરબંદર રોડ, જામજાેધપુર ત્રણ પાટીયા રોડ, દ્વારકા રોડ, ચારકલા રોડ, સહિત કુલ ૧૫ સ્થળોએ શરૂ કરવામાં આવેલી આ ચેક પોસ્ટ ૨૪ કલાક કાર્યરત કરવામાં આવી છે. આ તમામ ચેકપોસ્ટ ઉપર હથિયારી પોલીસ તથા એસઆરપીનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ છ ફલાઈંગ સ્કવોડ – એસ.એસ.ટી.ની રચના કરવામાં આવી છે. તે તમામ સ્કવોડો પણ આ ચેક પોસ્ટ ઉપર તેમજ જુદા જુદા માર્ગ ઉપર ફરીને ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવે છે. જિલ્લામાં આ ચેક પોસ્ટ નજીકથી પસાર થતા અને શંકાસ્પદ મનાતા વાહનોનું સધન ચેકિંગ કરવામાં આવે છે. એસ.પી. નિતેશ પાંડેય તથા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા ચેકપોસ્ટ અંગેની કામગીરી ઉપર પણ દેખરેખ રાખવામાં આવી રહી છે.

error: Content is protected !!