શ્રી રાજપૂત કરણી સેનામાં રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ બનવા બદલ જામકંડોરણા ખાતે જે.પી. જાડેજાનું ભવ્ય સ્વાગત સન્માન કરાયું

0

જામકંડોરણા ખાતે ગૌ સેવા સમિતિના પ્રમુખ અને રાજપૂત યુવા સમાજના મંત્રી ક્રિપાલસિંહ જાડેજાના જન્મદિવસ નિમિતે જામકંડોરણા પધારેલ હતાં. જે.પી. જાડેજા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત જામકંડોરણા આવેલ હોય, જામકંડોરણા રાજપૂત સમાજના પ્રમુખ તેજુભા જાડેજા પીપરડી, જામકંડોરણા તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચોહાણ આચવડ, તાલુકા પંચાતનાના પૂર્વ કારોબારી ચેરમેન કરણસિંહ જાડેજા થોરડી, કરણી સેના પ્રમુખ હરપાલસિંહ જાડેજા પાદરીયાએ તલવાર આપી, જામકંડોરણા કોંગ્રેસ પ્રમુખ અને સમાજ ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા અને આમ આદમી પાર્ટી પ્રમુખ ઘનુભા જાડેજા પાદરીયાએ સાલ ઓઢાડી અને રાજપૂત યુવક મંડળના યુવા પ્રમુખ રામદેવસિંહ જાડેજા સોડવદર અને યુવા મંત્રી ક્રિપાલસિંહ જાડેજા પીપરડીએ સાફો પેહરાવી આ તકે સન્માનિત કર્યા હતા. તેમજ સૌરાષ્ટ્ર કરણી સેના પ્રમુખ કૃષ્ણસિંહજી જાડેજા મોડપરનું જામકંડોરણા યુવા રાજપૂત સમાજ મંત્રી ક્રિપાલસિંહ જાડેજાએ સાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યું હતું.

error: Content is protected !!