ઓખાના દરિયામાં બોટમાં પાણી ભરાતા નૌસેનાએ ખલાસીઓને હેમખેમ ઉગાર્યા

0

દ્વારકા – ભારતીય નૌકાદળના INS કરૂવાએ ૭ ખાલસીઓને બચાવીને ઓખા બીચ ઉપર લાવ્યા હતા. ઓખાથી ૮૦ નોટીકલ માઈલ દૂર ભારતીય માછીમારી બોટ નીલકંઠમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તે સમયે માછીમારે ચેનલ નંબર ૧૬ની મદદ લીધી હતી. જે દરમિયાન ભારતીય નૌકાદળનું INS કરૂવા તેના રૂટીન પેટ્રોલિંગ ઉપર હતું. ભારતીય નૌકાદળનું જહાજ INS કરૂવા જવાનોએ ફિશિંગ બોટની અંદર એકઠું થયેલું ૩૦ ટન પાણી દૂર કર્યું અને આ તમામ સાત ખાલસીઓને ભારતીય નૌકાદળના જહાજમાં લઈ ગયા અને ત્યારબાદ તમામ સાત ખાલસીઓને પ્રાથમિક આરોગ્ય તપાસ બાદ ગઈકાલે મંગળવારે ઓખા મરીન ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે આઈએનએસ દ્વારકાના અધિકારીઓને કિનારે સોંપવામાં આવ્યા. ત્યાર બાદ અધિકારીઓ તથા નેવીના જવાનોએ આગળની સત્તાવાર કાર્યવાહી કરીને તમામ ખાલસીઓના જીવ બચાવીને તેમની ફરજ બજાવી હતી.

error: Content is protected !!