Monday, September 25

ખંભાળિયા : ભરવાડ સમાજના સક્રિય યુવા કાર્યકરની જિલ્લા ભાજપના મંત્રી તરીકે વરણી

0

ખંભાળિયા તાલુકાના નાના એવા દાતા ગામના સક્રિય યુવા કાર્યકર રાજુભાઈ ભરવાડને ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દાતા ગામમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગ્રામ પંચાયતના ઉપસરપંચ રાજુભાઈ ભીમાભાઈ સરસિયા દ્વારા ભરવાડ સમાજના સમુહ લગ્નમાં જ્ઞાતિની દરેક કન્યાઓને સરકારની કુંવરબાઈનું મામેરુ અને સાત ફેરા યોજના મારફતે જરૂરી કાર્યવાહી તથા જહેમત બાદ નોંધપાત્ર સહાય અપાવવા માટે સફળતા સાંપળી હતી. તેમના પ્રયાસોથી હાલ દરેક દીકરીને રૂપિયા ૨૪,૦૦૦ ની સહાય મળી છે. નાની ઉંમરે દાતા ગામના ઉપસરપંચ તરીકેની મહત્વની જવાબદારી સંભાળતા રાજુભાઈ ભરવાડને આ ગામના આગેવાન ચોથાભાઈ લાંબરીયા, લખનભાઈ લાંબરીયા, પ્રવીણભાઈ લાંબરીયા ઉપરાંત ખંભાળિયાના શક્તિનગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પૂનમબેન નકુમ, યુવા ભાજપના મંત્રી મયુરભાઈ વશરામભાઈ નકુમ ઉપરાંત જામનગર ગોપાલક સમુહ લગ્ન સમિતિ, જામનગર જિલ્લા ગોપાલક યુવા સંગઠન સહિતના હોદ્દેદારો, જ્ઞાતિજનો, આગેવાનો તથા કાર્યકરોએ તેમની આ નિયુક્તિને આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.

error: Content is protected !!