કેશોદના અખોદર ગામે શીતળા માતાજીના મંદિરે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી થશે

0

કેશોદ તાલુકાના અખોદર ગામે આશરે ૧૬૦૦ વર્ષ જુનુ પૌરાણિક અને ઐતિહાસિક સુર્ય મંદિર આવેલ છે. જે સુર્ય મંદિરમાં શીતળા માતાજી તથા નવ ગ્રહોની સ્થાપના કરવામાં આવી છે. મંદિરમાં અખંડ જ્યોત દિવો પ્રજ્વલિત રાખવામાં આવે છે. મંદિરની પુજા પરેશ બાપુ કરે છે. આ મંદિરે દર વર્ષે શ્રાવણ મહીનાની સાતમ તથા ચૈત્ર મહીનાની સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જેમાં કેશોદ તાલુકા તથા આજુબાજુના વિસ્તારોની ધર્મ પ્રેમી જાહેર જનતા દર્શને તથા પ્રસાદી ધરવા આવે છે. શીતળા માતાજીના મંદિરે કુલેર તથા શ્રીફળની પ્રસાદી ધરવામા આવે છે. ગુજરાતના મોઢેરા સુર્ય મંદિર બાદ બીજા નંબરનું સુર્ય મંદિર અખોદર ગામે આવેલછે દર વર્ષે શ્રાવણ તથા ચૈત્ર સાતમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આવનારી ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર હોય તા.૨૮ મંગળવારે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પ્રસાદી ધરાવવા આવશે. ચૈત્રી સાતમની ઉજવણી નિમિત્તે વહેલી સવારથી અસંખ્ય શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મંદિરના સાનિધ્યમાં ર્કિતન મંડળીનું આયોજન કરવામાં આવે છે. મંદિર પુજારી પરિવાર દ્વારા તમામ દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો માટે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. ચૈત્રી સાતમની ઉજવણીમાં સર્વ ધર્મ પ્રેમી જાહેર જનતાએ લાભ લેવા પધારવા મંદિરના પુજારી પરેશ બાપુની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!