માંગરોળમાં રામનવમીની શોભાયાત્રાની પૂર્વ તૈયારીઓને લઈ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ દ્વારા વિવિધ સંગઠનો વેપારીઓ સાથે બેઠક યોજી

0

જૂનાગઢના માંગરોળમા હરીકીર્તનાલય શ્રીરામ ધુન મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમીની ભવ્ય શોભાયાત્રાની તૈયારીઓને લઈ વિવિધ ધાર્મીક સામાજીક રાજકીય સંગઠનના આગેવાનો વેપારી અગ્રણીઓ સાથે બેઠકનું આયોજન કરાયું હતું. માંગરોળમાં આગામી ૩૦ માર્ચને રામનવમીના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને શ્રીરામ ધુન મંડળના નેજા હેઠળ સમસ્ત હિન્દુ સમાજની સાથે વિશાળ શોભાયાત્રા નિકળશે. ત્યારે આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જાેડાય તે માટે સુઘળ વ્યવસ્થા જાળવવા તેની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે એક બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક વિશ્વ હિન્દુ પરિષદ ગિરસોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઈ મેસવાણીયા દ્વારા ઓમકાર મંત્ર તેમજ વિહિપ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી દ્વારા વિજયમંત્ર બોલાવી બેઠક પ્રારંભ કરાઈ હતી. આ બેઠકમાં હરીશભાઈ રૂપારેલીયા , વિહિપ ઉપપ્રમુખ પરેશભાઈ જાેષી, મંત્રી પ્રફુલભાઈ નાંદોલા દ્વારા ઉપસ્થિત આગેવાનો સાથે શોભાયાત્રાની તૈયારીઓ માટે જુદા જુદા કામો અને આયોજનની ચર્ચા વિચારણા કરી આ શોભાયાત્રા ભવ્યાતિભવ્ય નિકળે તે માટે અલગ અલગ સુચનો પણ કર્યા હતા. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા માંગરોળ શહેર અને તાલુકાની ધર્મપ્રેમી જનતાને રામનવમી દિવસે બપોર બાદ પોતાના ધંધા-રોજગાર બંદ રાખી બહોળી સંખ્યામાં આ શોભાયાત્રામાં જાેડાવવા અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં વિહિપના મહેશભાઈ ઘેરવડા, બજરંગ દળ પ્રમુખ ધવલ પરમાર, કમલેજી સહિત આગેવાન કાર્યકરો અને શ્રીરામ ધુન મંડળના સૈલેશભાઈ યાદવ, ભાજપના લિનેશભાઈ સોમૈયા, ભગીરથસિંહ ચુડાસમા, વંદેમાતરમ ગૃપના સુદીપભાઈ ગઢિયા, ગૌરક્ષા સેનાના ગોવિંદભાઈ, સુરજભાણ સહિત વિવિધ હોદ્દેદારો વેપારીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!