ભેસાણના બરવાળા કોલેજ ચોકડીએ એસટી બસ સ્ટોપ ફાળવાયો

0

જૂનાગઢ અને જેતપુરથી બગસરા, અમરેલી તરફ જતી એસટી બસ માટે બરવાળા કોલેજ ચોકડી ખાતે કાયદેસર સ્ટોપ હતો નહીં, જેથી ઘણી ખરી બસ ત્યાં ઉભી રાખવામાં આવતી ન હોવાથી મુસાફરો પરેશાન હતા. આ લોક પ્રશ્નને મામલતદાર દ્વારા સ્વાગત કાર્યક્રમમાં લેવામાં આવ્યો હતો. જેને ધ્યાને લઈને એસટી ડિવિઝનના વિભાગએ નિયામકે બરવાળા કોલેજ ચોકડી ખાતે બસ સ્ટોપ ફાળવી દેતા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી છે.

error: Content is protected !!